શું છે કિમ જોંગનો ઇરાદો? ઉત્તર કોરિયાએ એક સપ્તાહમાં બીજી વખત જાસૂસી સેટેલાઇટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તરફથી કરવામાં આવેલા જાસૂસી ઉપગ્રહ સિસ્ટમને લઈને પરીક્ષણની અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનની સરકારોએ નિંદા કરી છે. 

શું છે કિમ જોંગનો ઇરાદો? ઉત્તર કોરિયાએ એક સપ્તાહમાં બીજી વખત જાસૂસી સેટેલાઇટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હીઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પર વૈશ્વિક દબાવની કોઈ અસર પડતી જોવા મળી રહી નથી. દેશના શાસક કિમ જોંગ સતત પોતાના સૈન્ય હથિયારો અને તેની સાથે જોડાયેલા ઉપકરણોના આધુનિકીકરણમાં લાગ્યા છે. જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. ઉત્તર કોરિયાએ એક સપ્તાહમાં બીજીવાર ખુબ મહત્વની જાસૂસી સેટેલાઇટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. તેનાથી વિશ્વની ચિંતામાં વધારો થયો છે. 

ઉત્તર કોરિયાએ કહ્યું કે, તેણે ટોહી ઉપગ્રહ સિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ ટેસ્ટિંગ કર્યું છે. સ્ટેટ ન્યૂઝ એજન્સી કેસીએનએએ રવિપારે આ વિશે જાણકારી આપી છે. ઉત્તર કોરિયા તરફથી બેલિસ્ટિક મિસાઇલ ટેસ્ટ કર્યાના એક દિવસ બાદ જાસૂસી ઉપગ્રહને લઈને પરીક્ષણ કરવાની ઘણા દેશોએ આલોચના કરી છે. 

ઉત્તર કોરિયામાં જાસૂસી સેટેલાઇટ સિસ્ટમનું કર્યું પરીક્ષણ
ઉત્તર કોરિયાના તાનાશાહ તરફથી કરવામાં આવેલા જાસૂસી ઉપગ્રહ સિસ્ટમને લઈને ટેસ્ટિંગની અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનની સરકારોએ નિંદા કરી છે. આ દેશોનું માનવું છે કે ઉત્તર કોરિયા આવનારા મહિનામાં એક મુખ્ય હથિયારનું ટેસ્ટિંગ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશોનું માનવું છે કે ઉત્તર કોરિયા સતત આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો દ્વારા પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયા સતત બેલિસ્ટિક મિસાઇલ ટેસ્ટ અને પરમાણુ હથિયારને લઈને સ્પર્ધામાં યથાવત રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

શું છે કિંમ જોંગની યોજના?
ઉત્તર કોરિયા સ્ટેટ ન્યૂઝ એજન્સી કેસીએનએએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાના રાષ્ટ્રીય એયરોસ્પેસ વિકાસ પ્રશાસન અને રક્ષા વિજ્ઞાન એકેટમીએ એક ટોહી ઉપગ્રહ વિકસિત કરવાની યોજનાનું ટેસ્ટિંગ કર્યું. ઉપગ્રહ ઉપકરણોના પરીક્ષણ કરવા માટે એક સપ્તાહમાં આ બીજુ આવું પ્રક્ષેપણ હતું. 

આ પહેલાં ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલ ટેસ્ટ કરી આ વર્ષે નવમું મિસાઇલ પરીક્ષણ કરી દુનિયાને આંખ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. કેસીએનએએ કહ્યું કે, પરીક્ષણ દ્વારા, NADA એ સેટેલાઇટ ડેટા ટ્રાન્સમિશન અને રિસેપ્શન સિસ્ટમ, તેની કંટ્રોલ કમાન્ડ સિસ્ટમ તેમજ વિવિધ ગ્રાઉન્ડ-બેઝ્ડ કંટ્રોલ સિસ્ટમ્સની વિશ્વસનીયતા ચકાસવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news