ભગવાન રામ બાદ હવે ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર ભડક્યું નેપાળ, જયશંકરના નિવેદનનો કર્યો વિરોધ

ભારતની સાથે સરહદ વિવાદને લઈને ઝગડતા નેપાળે હવે ભારતીય દેવી-દેવતાઓ અને મહાપુરૂષો પર વિવાદ ઊભો કરવાનું શરૂ કરી દીધું છે. નેપાળે ભારતીય વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરના ભગવાન ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર વિરોધ વ્યક્ત કરતા તેમને નેપાળી ગણાવી દીધા છે. 

 ભગવાન રામ બાદ હવે ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર ભડક્યું નેપાળ, જયશંકરના નિવેદનનો કર્યો વિરોધ

કાઠમંડુઃ ભારતની સાથે સરહદ વિવાદને લઈને ઝગડતા નેપાળે હવે ભારતીય દેવી-દેવતાઓ અને મહાપુરૂષો પર વિવાદ ઊભો કરવાનું શરૂ કરી દીધું છે. નેપાળે ભારતીય વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરના ભગવાન ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર વિરોધ વ્યક્ત કરતા તેમને નેપાળી ગણાવી દીધા છે. નેપાળના ઘણા રાજનેતાઓએ પણ જયશંકરના નિવેદનનો વિરોધ કર્યો છે. થોડા દિવસ પહેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન રામની અયોધ્યાને નેપાળના બીરગંજની પાસે હોવાનો દાવો કર્યો હતો. તો ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન જારી કરીને કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. 

શું કહ્યું હતું ભારતીય વિદેશ મંત્રીએ
ભારતીય વિદેશમંત્રી ડો એસ જયશંકરે ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ)ના ઇન્ડિયા@75 શિખર સંમેલનને સંબોધિત કરતા કહ્યુ હતું કે, મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ એવા બે એવા ભારતીય મહાપુરૂષ છે જેને દુનિયા હંમેશા યાદ રાખે છે. તેમને સવાલ કરવામાં આવ્યો કે અત્યાર સુધીના સૌથી મહાન ભારતીય કોણ છે જેને તમે યાદ રાખો છો?  હું કહીશ કે એક ગૌતમ બુદ્ધ અને બીજા મહાત્મા ગાંધી છે. આ નિવેદન પર નેપાળે આપત્તિ વ્યક્ત કરતા સત્તાવાર વિરોધ જાહેર કર્યો છે. 

નેપાળી વિદેશ મંત્રાલયે જારી કર્યું નિવેદન
નેપાળી વિદેશ મંત્રાલયે કહ્યુ કે, ઐતિહાસિક અને પૌરાણિક તથ્યોથી તે સાબિત થાય છે કે ગૌતમ બુદ્ધનોજન્મ નેપાળના લુંબિનીમાં થયો છે. લુંબિની બુદ્ધ અને બુદ્ધિઝમનું જન્મસ્થળ છે અને તેને યૂનેસ્કોએ પણ વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે. 2014મા નેપાળની યાત્રા દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળી સંસદને સંબોધિત કરતા કહ્યુ હતું કે, નેપાળ તે દેશ છે જ્યાં વિશ્વ શાંતિનો ઉદ્ઘોષ થયો અને બુદ્ધનો જન્મ થયો. 

ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના વિરોધ પર જવાબ આપતા કહ્યું કે, સીઆઈઆઈના કાર્યક્રમમાં કાલે વિદેશમંત્રી એસ જયશંકરની ટિપ્પણીએ આપણી વેચાયેલા બૌદ્ધ વારસાને સંદર્ભિત કર્યો હતો. તેમાં કોઈ શંકા નથી કે બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો, જે નેપાળમાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news