Viral Video: સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા તિરંગાના રંગે રંગાઈ

Independence Day: સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મુજબ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા ભારતના નેશનલ ફ્લેગ તિરંગાના રંગે રંગાયેલી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં નેશનલ એન્થમ જન ગણ મન... વાગી રહ્યું છે.

Viral Video: સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા તિરંગાના રંગે રંગાઈ

Independence Day: દેશ આજે  પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે દુબઈની પ્રખ્યાત ઈમારત બુર્જ ખલીફા પણ તિરંગાના રંગે રંગાયેલી જોવા મળી. બુર્જ ખલીફા પર ભારતનો નેશનલ ફ્લેગ તિરંગો જોવા મળતા ભારતીયોના આનંદમાં ચારગણો વધારો થઈ ગયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 

વિશ્વની સૌથી ઊંચી ઈમારત પર તિરંગો
સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મુજબ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા ભારતના નેશનલ ફ્લેગ તિરંગાના રંગે રંગાયેલી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં નેશનલ એન્થમ જન ગણ મન... વાગી રહ્યું છે. ટ્વિટર પર મુફદ્દલ વોહરા નામના યૂઝરે આ વીડિયો શેર કર્યો છે. 

A goosebumps moment! 🇮🇳 pic.twitter.com/K6sxXODZhI

— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2023

પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ પણ બુર્જ ખલીફા પર
ગઈ કાલે પાડોશી દેશ પાકિસ્તાને પણ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. જો કે ગઈ કાલે પાકિસ્તાનનો રાષ્ટ્ર્ધ્વજ બુર્જ ખલીફા પર ન દર્શાવવામાં આવતા સોશિયલ મીડિયા પર પહેલા તો આક્રોશ જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ પણ જોવા મળ્યો. બુર્જ ખલીફાના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. 

પીએમ મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો તિરંગો
પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું. સ્વતંત્રતા દિવસ પર આ તેમનું સતત 10મું સંબોધન હતું. આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ. આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિક્સિત ભારતના સંકલ્પને વધુ સશક્ત બનાવો. જય હિંદ. 

આ મારી ગેરંટી
પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું કે આ મોદીની ગેરંટી છે કે દેશ આગામી પાંચ વર્ષમાં દુનિયાની ટોપ 3 ઈકોનોમીમાં સામેલ હશે. પીએમ મોદીએ કહ્યું કે 2014માં જ્યારે અમે સત્તા પર આવ્યા તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે 10માં સ્થાન પર હતાં. આજે 140 કરોડ ભારતીયોના પ્રયત્નોથી આપણે વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં પાંચમા નંબરે પહોંચી ગયા છીએ. આ એમ જ નથી થઈ ગયું. જ્યારે ભ્રષ્ટાચારના રાક્ષસે દેશને પોતાની પકડમાં લઈ લીધો હતો ત્યારે અમે તેને રોક્યો અને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવી. 

2047 સુધી ભારત વિક્સિત દેશ બની જશે
પીએમ મોદીએ આ અવસરે ભારતને 2047 સુધીમાં વિક્સિત દેશ બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 2047 સુધીમાં ભારત વિક્સિત દેશ બની જશે. 

આવતા વર્ષે ફરી આવીશ
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરતા કહ્યું કે 2019માં પ્રદર્શનના આધારે તમે લોકોએ એકવાર ફરીથી મને આશીર્વાદ આપ્યા. આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે. 2047ના સપનાને સાકાર કરવાનો સૌથી મોટો સ્વર્ણિમ ક્ષણ આવનારા પાંચ વર્ષ છે. આગામી વર્ષે 15 ઓગસ્ટના રોજ આ લાલ કિલ્લાથી દેશની ઉપલબ્ધિઓ અને વિકાસને તમારી સામે રજૂ કરીશ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news