જાપાનમાં આવેલા ભૂકંપથી 2 ફુટબોલ મેદાન બને તેટલો દરિયો ગાયબ થયો, સેટેલાઈટ તસવીરોમાં થયો ખુલાસો

Japan earthquake : 1 જાન્યુઆરી 2024 ના રોજ આવેલ ભૂકંપથી જાપાનનો દરિયો કાંઠેથી 800 ફીટ અંદર ખસી ગયો છે... આ ઘટના નોટ ટાપુ પર આવેલા ભયાનક ભૂકંપને કારણે ઘટી છે... આ ખુલાસો સેટેલાઈટ તસવીરો સામે આવ્યા બાદ થયો છે.. જાપાનમાં પહેલા પણ વર્ષ 2011 માં જાપાનની ભૂમિ ભૂકંપ બાદ ખસી ગઈ હતી 
 

જાપાનમાં આવેલા ભૂકંપથી 2 ફુટબોલ મેદાન બને તેટલો દરિયો ગાયબ થયો, સેટેલાઈટ તસવીરોમાં થયો ખુલાસો

the sea went back 820 feet in japan coast : સેટેલાઈટ તસવીરોને કારણે માલૂમ પડે છે કે, જાપાનમાં 1 જાન્યુઆરી, 2024 ના રોજ આવેલા ભૂકંપ બાદ તેના દરિયાઈ કાંઠાથી 800 ફીટ અંદર ખસી ગયો છે. જાપાનના નોટો ટાપુ પાસે આવેલ ભૂકંપમાં એક વર્ષ પહેલા 7.6 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 

ભૂકંપ બાદ સુનામીના ડરથી નોટો ટાપુના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યુ હતું. તેના બાદ ત્યાંની જમીનમાં મોટુ અંતર જોવા મળ્યું છે. અનેક ટાપુ સમુદ્રની અંદર ખસી ગયા છે. જેનાથી સમુદ્ર અંદરની તરફ જતો રહ્યો છે.

સેટેલાઈટ તસવીરોથી માલૂમ પડ્યુ કે, પહેલા અને હવેની સ્થિતિ કેટલી બદલાઈ ચૂકી છે. તસવીરોમાં તમે આ અંતર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ તસવીરો નાહેલ બેલવેર્જ (Nahel Belgherze) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી.

 

— Nahel Belgherze (@WxNB_) January 4, 2024

 

ભૂકંપને કારણે અનેક દરિયાઈ વિસ્તાર સૂકા બની ગયા છે. હવે આ દરિયાઈ તટ પર નાવડીઓ ફેરવવી પણ મુશ્કેલ બની છે. નોટો ટાપુમાં ભૂકંપ અને સુનામી બાદ આ ભૌગોલિક બદલાવ આવ્યો છે. આ એક બહુ જ ખતરનાક સ્થિતિ છે. 

બે ફુટબોલ મેદાન જેટલી લંબાઈ બરાબર અંદર જતો રહ્યો સમુદ્ર
જો તમે સેટેલાઈટ તસવીરોને ધ્યાનથી જોશો તો તમે જોઈ શકશો કે પહેલા જ્યા પાણી હતું, ત્યાં હવે સૂકી જમીન છે. પાણી દરિયામાં બહુ જ અંદર જતુ રહ્યું છે. અંદાજે 820 ફીટ અંદર ગયો છે, જે બે અમેરિકન ફુટબોલ મેદાનની લંબાઈ જેટલું થાય છે. 

રિસર્ચ કરનારાઓએ એ પણ જાણ્યું કે, ભૂકંપ બાદ નોટો ટાપુમાં કોઈસોથી આકાસાકી સુધીની દસ જગ્યાઓ પર જમીન ઉપરની તરફ ઉઠી છે. એટલે કે સમુદ્રનું પાણી વધુ નીચે જતુ રહ્યું છે. એટલે કે દરિયા કિનારાથી દરિયાનું અંતર વધી ગયું છે. આ પ્રોસેસને વૈજ્ઞાનિકો કોસ્ટલ અપલિફ્ટ (coseismic coastal uplift) કહેવાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news