પોલીસ સ્ટેશન બની ગયું આલીશાન ફ્લેટ, 1 મહિનાનું ભાડું 77 હજાર, રાજ જાણશો તો કંપારી વછૂટી જશે!

Police Station Converted To studio flat: ઇગ્લેંડમાં ડડલી પોલીસ સ્ટેશન (Dudley police station) ને સંપૂર્ણપણે રીનોવેટ કરી દેવામાં આવ્યું છે અને હવે એક સ્ટૂડિયો એપાર્ટમેન્ટ  (Jail in flat England) બની ગયું છે. તેનું ભાડું છે 77 હજાર રૂપિયા. બહાર આ જેટલું આલિશાન લાગે છે. અંદરથી એટલું જ સુંદર છે. પરંતુ તેમાં વિચિત્ર વસ્તુઓ છે.

પોલીસ સ્ટેશન બની ગયું આલીશાન ફ્લેટ, 1 મહિનાનું ભાડું 77 હજાર, રાજ જાણશો તો કંપારી વછૂટી જશે!

Dudley police station: પોલીસ સ્ટેશન જવું ગમે તેના માટે અનોખો અનુભવ હોઇ શકે છે, કારણ કે ત્યાં વ્યક્તિ કાંતો મદદ માંગવા માટે છે, કાં તો પછી કેદી બનીને સજા કાપવા માટે. જોકે ઇગ્લેંડમાં એક એવું પોલીસ સ્ટેશન (Police station converted to Studio flat) છે. જ્યાં જઇને તમે રહેવા માંગશો. તે એટલા માટે કે આ પોલીસ સ્ટેશનને હવે એક સ્ટૂડિયો ફ્લેટનું રૂપ આપવામાં આવ્યું છે. અંદરથી એટલું સુંદર લાગે છે, પરંતુ આ ફ્લેટની અંદર એક એવી વસ્તુ છે જેને જોને તમે ધ્રૂજી જશો, કારણ કે તમને તરત લાગશે કે જાણે તમે જેલમાં બંધ થઇ ગયા છો. 

ધ સન વેબસાઇટના રિપોર્ટ અનુસાર ઇગ્લેંડમાં ડડલી પોલીસ સ્ટેશન (Dudley police station) ને સંપૂર્ણપણે રીનોવેટ કરી દેવામાં આવ્યું છે અને હવે એક સ્ટૂડિયો એપાર્ટમેન્ટ  (Jail in flat England) બની ગયું છે. તેનું ભાડું છે 77 હજાર રૂપિયા. બહારથી આ જેટલું આલિશાન લાગે છે, અંદરથી પણ એટલું જ સુંદર છે, પરંતુ તેમાં એક વિચિત્ર વાત છે. તે અછે અંદર બનેલી જેલ. 

ફ્લેટની અંદર જેલ
જી હા, આ સ્ટુડિયો ફ્લેટની અંદર એક જેલ છે. ટેલર્સના નામના એસ્ટેટ એજન્ટ, જે આ ફ્લેટને ભાડે આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ લોકો અહીં રહીને જેલનો અનુભવ મેળવી શકે છે. ઘરમાં થ્રી-પીસ વ્હાઇટ શાવર રૂમ, લિવિંગ એરિયા, બેડરૂમની જગ્યા અને ઇન્ટરકોમ સિસ્ટમ છે. રસોડું પણ અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે. ગ્રે વુડન સ્ટાઇલ ફ્લોરિંગ અને સફેદ દિવાલો છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે જૂની જેલને યથાવત રાખવામાં આવી છે, જે એજન્ટોના મતે તેની ખાસ વાત છે, જોકે, લોકોને આ ડિઝાઈન બહુ પસંદ આવી રહી નથી. 

લોકોએ ઉડાવી આ ડિઝાઇનની મજાક
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે જેલવાળા એરિયાને લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ અથવા બેડરૂમ પણ બનાવી શકાય છે. આ પ્રોપર્ટી અનફર્નિશ્ડ છે. એટલે લોકોને પોતાનો સામાન જાતે લાવવઓ પડશે. રિયલ એસ્ટેટ એજન્ટની આ પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી અને રસપ્રદ રીતે જણાવ્યું કે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. એકે કહ્યું કે તે તેમાં પોતાની ઓફિસની જગ્યા બનાવી શકે છે. એક મજાકમાં કહે છે કે જો કોઈ ઘરમાં ચોરી કરવાના ઈરાદે આવે તો તેને તરત જ જેલમાં ધકેલી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news