કોહિનૂર હીરો, શાહજહાંનો વાઈન કપ, ટીપુ સુલતાનની તલવાર અને વીંટી આ બધુ કોણ ચોરી ગયું?

દુનિયાની સૌથી મોટી ચોરીઓની વાર્તાઃ આ ચોરીઓ વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. એવી એવી વસ્તુઓની ચોરી થઈ છે કે, દુનિયા વિચારતી રહી ગઈ. અબજો રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કઈ રીતે થઈ હતી જાણવા જેવી છે દરેક ચોરીની કહાની....

કોહિનૂર હીરો, શાહજહાંનો વાઈન કપ, ટીપુ સુલતાનની તલવાર અને વીંટી આ બધુ કોણ ચોરી ગયું?

ઝી બ્યૂરો, અમદાવાદઃ અત્યાર સુધી ભારત સહિત દુનિયાભરમાં અનેક ચોરીઓ થઈ હશે. પણ અમે અહીં જે ચોરીઓની વાત કરી છે એવી ચોરી તમે ક્યારેય જોઈ કે સાંભળી પણ નહીં હોય. અહીં દુનિયાની અત્યાર સુધીની સૌથી અલગ અને સૌથી ચર્ચાસ્પદ ચોરીઓની કહાનીઓ તમને જણાવવામાં આવી છે. હવે ચોરી તો ચોરી હોય છે. પછી ભલેને અડધી દુનિયા પર કબ્જો જમાવીને બેઠેલ બ્રિટિશ સામ્રાજ્ય જ કેમ ન હોય. બ્રિટનની ચોરીની વાતો દુનિયામાં કોઈથી છુપાયેલી નથી. દુનિયાના કોઈ લૂંટારાએ જેટલી અમૂલ્ય વસ્તુઓ નહીં લૂંટી હોય એટલી અંગ્રેજોએ લૂંટી છે. જો તમે પુરાવા જોવા માંગતા હો, તો ટિકિટ લઈને બ્રિટિશ મ્યુઝિયમની મુલાકાત લો.

ત્યાં તમને સામાન સાથે તખ્તી પર એ વાંચવા પણ મળશે કે કયા દેશમાંથી વસ્તુ ચોરીને લાવવામાં આવી હતી. કેટલીક વસ્તુઓ દેખાવમાં સરળ લાગશે. પરંતુ છે ખૂબ જ ખાસ અને બહુમૂલ્ય. ચાલો જાણીએ કઈ સૌથી કિંમતી વસ્તુઓ છે જે બ્રિટિશરોએ ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ચોરી કરી છે.

1. રોઝેટા સ્ટોન-
રોઝેટા સ્ટોન એક ઐતિહાસિક પત્થરનો ટુકડો છે. જેના પર ઈજિપ્તની 3 જુદી જુદી ભાષાઓમાં લખવામાં આવ્યું છે. તેનું નિર્માણ ઈજિપ્તના Ptolemy of granodiorite દ્વારા 196 ઈસા. પૂર્વમાં કરવામાં આવ્યું હતું. તેના વિશ્લેષણથી ઈજિપ્તની ચિત્રલિપિને ફરીથી વાંચવાનું શક્ય બન્યું. પહેલા નેપોલિયન રોઝેટા સ્ટોનને ઈજિપ્તથી લાવ્યા હતા, પરંતુ બાદમાં ફ્રેન્ચ સેનાની હાર બાદ બ્રિટિશરોએ તેને હસ્તગત કરી હતી. હાસ આ રોઝેટા સ્ટોનને લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે.

2. બેનિન બ્રોન્ઝ-
આધુનિક નાઈજીરીયા, અગાઉ બેનિનના રાજ્ય તરીકે ઓળખાતું હતું, 13મી સદીની બહુમૂલ્ય કાંસ્યની પાંડુલિપિ હતી. 1987માં આક્રમણ પછી, બ્રિટિશરોએ 200થી વધુ શાસ્ત્રોની ચોરી કરીને તેને સંગ્રહાલયોમાં મૂકી દીધા.

3. ઈથોપિયન હસ્તપ્રતો-
1869માં મગદાલાની લડાઇમાં ઈથોપિયાના સમ્રાટ Tewodros IIને હરાવ્યા પછી, અંગ્રેજોએ હસ્તપ્રતો કબજે કર્યા. જેના માટે તેમણે લડાઈ પણ શરૂ કરી હતી. આજે બ્રિટનમાં 12 ઈથોપિયન ધાર્મિક હસ્તપ્રતો સહિતની ઘણી મહત્વની વસ્તુઓ છે.

4. એલ્ગિન માર્બલ્સ-
1803માં, લોર્ડ એલ્ગિને ગ્રીસમાં 2,500 વર્ષ જૂની Parthenon Wallથી સંગમરમરની ચોરી કરી અને તેને લંડન લઈ ગયો. આ Athenian Parthenon સંગમરમરને હાલ 'એલ્ગિન માર્બલ્સ' તરીકે ઓળખાય છે, કારણકે તેને ગ્રીક સ્મારકમાંથી કાઢવામાં આવ્યા હતા. બ્રિટિશ રાજદ્વારી દ્વારા ચોરાયેલો આ સંગમરમર આજે પણ બ્રિટીશ મ્યુઝિયમમાં છે.

5. અમરાવતી માર્બલ્સ-
લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં હાલની તારીખમાં અમરાવતીના ખાસ સંગમરમરને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો છે. ભારતના પ્રખ્યાત અમરાવતી શિલ્પોને દર્શાવતો સંગ્રહ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. આશરે 160 વર્ષ પહેલા, 1859માં, બ્રિટિશરોને ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી હતી. જેને મદ્રાસથી બ્રિટન મોકલવામાં આવી હતી. ઘણી સદીઓ સુધી બ્રિટને ભારતને ખૂબ લૂંટ્યું. એક આર્થિક અભ્યાસમાં અંદાજ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે બ્રિટિશરોએ ભારતમાંથી કેટલી સંપત્તિ છીનવી લીધી. આ આંકડો 45 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યો હતો.

6. Hevea Brasiliensis ના બીજ-
આ ચોરી કોઈ સામાનની નહીં પરંતુ પ્લાન્ટની છે. જેમ બ્રિટિશરોએ ચીનમાંથી ચાના છોડની ચોરી કરીને ચાના ઉત્પાદનમાં ચીનનું વર્ચસ્વ ખતમ કરી દીધું હતું, એવું જ બ્રાઝીલ સાથે થયું. બ્રાઝીલના Santarém વિસ્તારમાં, રબરના વૃક્ષો ઉગતા હતા. જે 140 ફૂટ (43 મીટર) ઊંચા હતા. એક બ્રિટિશ સંશોધક અને પ્લાન્ટ-ચોર Henry Wickhamએ Hevea brasiliensis રબરના વૃક્ષના 70,000 બીજની ચોરી કરી અને 1875માં લંડન મોકલી દીધા. આ સાથે એમેઝોનમાં રબરની તેજીનો અંત આવ્યો.

7. શાહજહાંનો વાઈન કપ-
કિંમતી રત્ન Jade (ગ્રીનસ્ટોન)થી બનેલો વાઈન કપ એક સમયે મુઘલ બાદશાહ શાહજહાંના મયખાનાની શાન વધારતો હતો. 19મી સદીમાં, કર્નલ Charles Seton Guthrieએ આ સુંદર વાઈનનો જાર ચોરીને તેને બ્રિટન મોકલ્યો. 1962થી તેને લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો.

8. ટીપુ સુલતાનની વીંટી-
1799માં, જ્યારે મૈસૂરના શાસક ટીપુ સુલતાન અંગ્રેજો સામે યુદ્ધ હારી ગયા અને શહીદી પ્રાપ્ત કરી, ત્યારે બ્રિટિશરોએ તેમની તલવાર અને વીંટીની ચોરી કરી હતી. તેમણે તલવાર તો પરત કરી પરંતુ વીંટી પાછી આપી ન હતી. 2014માં તેમની વીંટીની 1,45,000 પાઉન્ડમાં હરાજી કરવામાં આવી હતી. આ વીંટી પર ભગવાન રામનું નામ દેવનાગરી ભાષામાં અંકિત છે.

9. કોહિનૂર-
મુગલ બાદશાહના મયૂર સિંહાસનમાં લાગેલો આ હીરો વર્તમાન આંધ્રપ્રદેશની કોલ્લુર ખાણમાંથી મળ્યો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1849માં રાણી વિક્ટોરિયાને કોહીનૂર સોંપવામાં આવ્યો હતો. 21.6 ગ્રામ વજન ધરાવતો 105.6 મેટ્રિક કેરેટનો આ હીરો આજે વિશ્વનો સૌથી પ્રસિદ્ધ અને સૌથી મોંઘો રત્ન છે. હાલમાં તેને Tower of Londonનાં જ્વેલ હાઉસમાં રાખવામાં આવ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news