આ છે દુનિયાની 8 સૌથી ગરમ જગ્યા, તેની સામે ફેલ છે ગુજરાતની ગરમી

ગરમી

વિશ્વભરમાં ભારે ગરમીને કારણે લોકોએ ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની જાય છે.

ગરમ જગ્યા

ચાલો આજે તમને દુનિયાભરની તેવી 8 જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં સૌથી વધુ ગરમી પડે છે.

ડેથ વેલી, USA

આ જગ્યામાં 10 જુલાઈ વર્ષ 1913માં 56.7 અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

કેબિલી, ટ્યૂનીશિયા

ટ્યૂનીશિયાના આ નાના ગામમાં 55.0 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાયું છે.

મિત્રિબા, કુવૈત

21 જુલાઈ 2016ના 53.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આ જગ્યાએ નોંધાયું હતું.

તુર્બત, પાકિસ્તાન

તુર્બત પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત એક જગ્યા છે. ગરમીમાં અહીં તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

અહવાઝ, ઈરાન

દક્ષિણી-પશ્ચિમી ઈરાનનું મુખ્ય શહેર અહવાઝનું ગરમીમાં સામાન્ય તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

વાદી હલ્ફા, સૂડાન

વાદી હલ્ફા સૂડાન પછાત વિસ્તારમાંથી એક છે. અહીંનું તાપમાન 52.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.

મેક્સકેલી, મેક્સિકો

મેક્સિકેલી સોનોરાન રેગિસ્તાનમાં સ્થિત એક જગ્યા છે. અહીનું તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.

તિરાટ, તઝવી, ઇઝરાયલ

તિરાટ તઝવી જોર્ડન ઘાટીમાં સ્થિત છે. ગરમીમાં અહીંનું તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.