Tech Tips:આ ટીપ્સ ફોલો કરશો તો વર્ષો જુનું AC પણ 10 મિનિટમાં રુમમાં કરી દેશે શિમલા જેવી ઠંડક

મોડ

રુમને ઝડપથી ઠંડો કરવો હોય તો એસીને કુલ મોડ પર રાખવું.

ફિલ્ટર

એસીમાંથી ઠંડી હવા ઝડપથી જોઈતી હોય તો એસીના ફિલ્ટરને દર 15 દિવસે સાફ કરી લેવું જોઈએ

બારી-દરવાજા

એસી ઓન કરો એટલે સૌથી પહેલા રુમના બારી-દરવાજા બંધ કરી દેવા.

તડકો

રુમમાં કોઈ જગ્યાએથી તડકો આવતો હોય તો તે જગ્યાને કવર કરી રાખો જેથી કુલિંગ ઝડપથી થશે.

1 ટનનું એસી

રુમ 100 વર્ગ ફુટનો હોય તો 1 ટનનું એસી સારું કુલિંગ આપે છે. જો રુમ તેનાથી મોટો હોય તો દોઢ કે બે ટનનું એસી રાખવું.

કુલીંગ

જો રુમમાં વધારે લોકો હશે તો કુલીંગ થતા સમય લાગશે.

આઉટ ડોર યુનિટ

એસીના આઉટ ડોર યુનિટ પર ડાયરેક્ટ તડકો ન આવે તે વાતનું ધ્યાન રાખવું.

સામાન

એસીના બહારના યુનિટ પર કોઈપણ પ્રકારનો સામાન ન રાખવો.

સર્વિસ

એસીની નિયમિત સર્વિસ કરાવતા રહેશો તો એસી પણ બરાબર ચાલતું રહેશે.

પુરી ક્ષમતા

રુમને ઝડપથી ઠંડો કરવો હોય તો તેને પુરી ક્ષમતા સાથે ચલાવવું જોઈએ.