ટી20 વર્લ્ડ કપમાં પહેલીવાર રમશે આ 6 મહારાથી, જાણો કેવા છે આંકડા

યશસ્વી જૈસ્વાલ

આઈપીએલમાં ચમક્યા યશસ્વી જૈસ્વાલ. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મચાવી છે ધમાલ. ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં બનાવી જગ્યા.

શાનદાર આંકડા

જૈસ્વાલ અત્યાર સુધીમાં 17 ટી20 મેચ રમી ચુક્યો છે. જેમાંથી તેણે 4 અડધી સદી અને એક સદીની મદદથી કુલ 502 રન કર્યા.

સંજૂ સૈમસન

અનુભવી સંજૂ સૈમસન પહેલીવાર રમે છે ટી20 વર્લ્ડ કપ. તેણે 25 ટી20 મેચમાં 4 અડધી સદીની મદદથી કુલ 318 રન કર્યા છે.

આઈપીએલ 2024

આઈપીએલ 2024માં સંજૂનું પરફોર્મન્સ શાનદાર છે. તેણે 9 મેચમાં 4 અડધી સદીની મદદથી 385 રન કર્યા છે.

શિવમ દુબે

વિસ્ફોટક શિવમ દુબેને પણ આ વખતે ટી20 વર્લ્ડ કપમાં સ્થાન અપાયું છે. તેણે 21 મેચમાં 4 અડધી સદીની મદદથી 276 રન કર્યા છે.

શાનદાર ફોર્મ

શિવમ દુબે આઈપીએલ 2024માં વિસ્ફોટક બેટિંગ કરતા જોવા મળે છે. તેણે 9 મેચોમાં 350 રન કર્યા છે.

યુઝવેંદ્ર ચહલ

આઈપીએલમાં ટોપ વિકેટ ટેકર યુઝવેંદ્ર ચહલને પણ આ વખતે વર્લ્ડકપમાં મોકો અપાયો છે. ચહલ 80 ટી20 મેચમાં 96 વિકેટ લઈ ચુક્યા છે.

મોહમ્મદ સિરાઝ

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝને પણ ટી20 વર્લ્ડ કપમાં મોકો મળ્યો છે. તેણે અત્યાર સુધીમાં 10 ટી20 મેચમાં 12 વિકેટ લીધી છે.

કુલદીપ યાદવ

ફિકરી માસ્ટર કુલદીપ યાદવને પણ પહેલી વાર ટી20 વર્લ્ડ કપમાં મોકો અપાયો છે. 35 ટી20 મેચમાં કુલદીપ 59 વિકેટ લઈ ચુક્યો છે.