IPLમાં તૂટી ગયો પોલાર્ડનો મહારેકોર્ડ, રોહિતે કર્યો કમાલ

કીરોન પોલાર્ડ

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ઓલરાઉન્ડર પોલાર્ડનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયો છે.

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં આ રેકોર્ડ તૂટ્યો છે.

રોહિત શર્મા

આઈપીએલ 2024માં રોહિત શર્માએ પોલાર્ડનો આ રેકોર્ડ તોડી દીધો છે.

36 રન બનાવ્યા

રોહિતે આ મેચમાં 25 બોલમાં 36 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 3 સિક્સ સામેલ હતી.

224 સિક્સ

આ ઈનિંગમાં સિક્સ ફટકારવાની સાથે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા 224 સિક્સ પૂરી કરી.

મુંબઈ ઈન્ડિયન્સ

તે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બની ગયો છે.

223 સિક્સ

પોલાર્ડે આઈપીએલમાં રમતા મુંબઈ માટે 223 સિક્સ ફટકારી હતી.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા 104 સિક્સની સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે, જે મુંબઈની કમાન સંભાળી રહ્યો છે.

ઈશાન કિશન

મુંબઈના ઓપનર ઈશાન કિશનના નામે 103 સિક્સ છે.