સોપારીના આ ઉપાય અજમાવો, બની જશો માલામાલ! કરિયરમાં સફળતા મળશે

સોપારી

હિન્દુ ધર્મમાં સોપારીનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. પૂજા પાઠ દરમિયાન સોપારીને લક્ષ્મી માતા અને ગણેશજીનું સ્વરૂપ ગણવામાં આવે છે.

ઉપાય

એવું માનવામાં આવે છે કે સોપારીના ઉપાય અજમાવવાથી વ્યક્તિના બગડેલા કામ પણ સુધરવા લાગે છે.

મંદિર

મંદિરમાં જમણી બાજુની સૂંઢવાળા ગણપતિજીના ફોટાની લવિંગ અને સોપારીથી પૂજા કરો. તેનાથી અટવાયેલા કામ પૂરા થશે.

તિજોરી

તમારી તિજોરીમાં પૂજાની સોપારી જરૂર રાખો. તેનાથી તિજોરીમાં લક્ષ્મીજી અને ગણેશજીનો વાસ હોય છે.

લાલ દોરો

સોપારી પર લાલ દોરો લપેટીને તેની ચોખા, કંકુ અને ફૂલોથી પૂજા કરો. ત્યારબાદ સોપારીને તિજોરીમાં રાખો.

રક્ષાસૂત્ર

વિવાહમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે સોપારીને રક્ષા સૂત્રમાં બાંધીને તેની પૂજા કરો અને પછી ભગવાન વિષ્ણુને ચડાવો.

બિઝનેસમાં સફળતા

કરિયર કે બિઝનેસમાં સફળતા મેળવવા માટે ઘરમાંથી નીકળતી વખતે તમારી પાસે સોપારી અને પાનનું પત્તું રાખો. ઘરે આવીને તેને ગણેશજીને સમર્પિત કરો.

સ્વસ્તિક

ઘરમાં કોઈ પણ શુભ દિવસે દરવાજા પર કંકુથી સ્વસ્તિક બનાવો. તેના પર બાસમતી ચોખા અને સોપારી મૂકો. આમ કરવાથી ધનલાભ થશે.

ગાંઠ બાંધો

ગુરુવારે ન્હાયા બાદ પીળા રંગના રૂમાલમાં નારિયેળ, ચોખા અને સોપારી રાખીને ગાંઠ બાંધો. ત્યારબાદ રોજ તેની પૂજા કરો. તેનાથી ધનલાભ થશે.

હવનકૂંડમાં નાખો

સોપારીને તમારા ઉપરથી 7 વાર ફેરવીને હવનકૂંડમાં નાખો. આમ કરવાથી તમારા ઉપરથી સારી બલાઓ દૂર થાય છે.