Skin Care: કાંટાની જેમ ખુંચતી અળાઈથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય

અળાઈ

ઉનાળો શરૂ થતા જ સ્કીન સંબંધિત સમસ્યા પણ થવા લાગે છે. જેમાં ગરદન અને પીઠ પર અળાઈ થવાની સમસ્યા સૌથી વધુ સતાવે છે.

ખંજવાળ અને બળતરા

અળાઈના કારણે ખંજવાળ અને બળતરા સતત થયા કરે છે. આ સમસ્યા વધારે તો નાના બાળકોમાં જોવા મળે છે પરંતુ મોટાને પણ તે થઈ શકે છે.

ટિપ્સ

જો તમને પણ ઉનાળામાં અળાઈ થઈ જતી હોય તો તેનાથી છુટકારો મેળવવાની ટિપ્સ આજે તમને જણાવીએ.

મુલતાની માટી

અળાઈ થઈ હોય તો તેના પર મુલતાની માટીનો લેપ લગાડવાથી બળતરા અને ખંજવાળ મટે છે.

એલોવેરા જેલ

અળાઈ પર એલોવેરા જેલ લગાડવાથી પણ ઠંડક મળે છે.

કડવો લીમડો

કડવા લીમડાને પાણીમાં ઉકાળી તે પાડી ઠંડુ કરીને તેનાથી નહાવાથી અળાઈમાં રાહત થાય છે.

આઈસ ક્યુબ

ગરમીમાં સ્કીનને હેલ્ધી રાખવી હોય તો અઠવાડિયામાં બે થી ત્રણ વખત આઈસ ક્યુબથી સ્કીન પર મસાજ કરવી.