Almonds: તમે રોજ ખાવ છો એ બદામ અસલી છે કે નકલી ? આ રીતે જાણો

બદામ

બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે શરીરને મજબૂત પણ બનાવે છે.

અસલી-નકલી

પરંતુ જો બદામ નકલી હોય તો આ ફાયદા શરીરને થતા નથી. તેથી જરૂરી છે એ જાણવું કે બદામ અસલી છે કે નકલી

સરળ રીત

આજે તમને બદામ અસલી છે કે નહીં તે જાણવાની સરળ રીત વિશે જણાવીએ.

રંગ

નકલી બદામ ડાર્ક રંગની હોય છે અને તેનો સ્વાદ પણ થોડો કડવો હોય છે. અસલી બદામ ભુરા રંગની હોય છે.

મિલાવટ

બદામને હથેળીમાં રાખી ઘસો તો તેમાંથી રંગ નીકળે તો બદામ મિલાવટી હશે.

કાગળમાં ટેસ્ટ

બદામ અસલી છે કે નહીં તે ચેક કરવું હોય તો એક કાગળમાં તેને દબાવી રાખો.

બદામમાં તેલ

બદામમાં તેલ હોય છે. જો અસલી બદામ હશે તો કાગળ તેલ વાળું દેખાશે.

સરળતાથી જાણો

આ રીતે તમે અસલી અને નકલી બદામ વિશે સરળતાથી જાણી શકો છો.