મુકેશ અંબાણીના 'ગાર્ડન'માં તમે પણ કરી શકો છો લગ્ન, જાણો કેટલું છે ભાડું

જિયો વર્લ્ડ ગાર્ડન

એશિયાના સૌથી ધનીક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું વર્લ્ડ ગાર્ડન ધનીકો માટે નવું વેડિંગ વેન્યૂ બની ગયું છે.

વેડિંગનું નવું વેન્યૂ

મુંબઈમાં બનેલા જિયો વર્લ્ડ ગાર્ડનમાં મોટી-મોટી ઈન્વેટ્સ થાય છે. હવે તે મુંબઈનું નવું વેડિંગ વેન્યૂ બની રહ્યું છે.

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો ગાર્ડનનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો તેને ઈવેન્ટની સાથે લગ્ન માટે બુક કરાવી રહ્યાં છે.

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્ન પણ જિયો ગાર્ડનમાં થયા હતા.

કેટલું ભાડું

5 લાખ વર્ગ ફુટમાં ફેલાયેલા આ ગાર્ડનમાં તળાવ, ઝરણા અને હરિયાળીની સાથે 2000 ગાડીઓના પાર્કિંગની સુવિધા છે.

ઓપન-એર ટર્ફ્ડ વેન્યૂ

આ પશ્ચિમી મુંબઈનું સૌથી મોટું ઓપન-એર ટર્ફ્ડ વેન્યૂ છે. મુંબઈમાં તે સૌથી મોટા આઉટડોર મલ્ટીપર્પઝ ઝોનમાંથી એક છે.

ફેસિલિટી

જિયો વર્લ્ડ ગાર્ડનમાં ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, હોટલ, બે મોલ, થિયેટર, રૂફટોપ ડ્રાઇવ-ઇન મૂવી થિએટર, કોમર્શિયલ ઓફિસ સહિત સુવિધા છે.

જિયો વર્લ્ડ ગાર્ડનમાં કેલ્મે ફેશન વીક, અરિજીત સિંહ કોન્સર્ટ, એડ શીરન કોન્સર્ટ, જિયોવન્ડરલેન્ડ જેવી ઈવેન્ટ થઈ ચૂકી છે.

કેટલું ભાડું?

જિયો વર્લ્ડ ગાર્ડનને ભાડા પર બુક કરી તમે ત્યાં લગ્ન કરી શકો છો. પરંતુ તે માટે મોટી રકમ ચુકવવી પડશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જિયો વર્લ્ડ ગાર્ડનમાં એક દિવસનું ભાડું 15 લાખ છે, તેમાં ટેક્સ સામેલ નથી.

ટિકિટ લઈ જોઈ શકો છો

તમે જિયો વર્લ્ડ ગાર્ડનને ટિકિટ લઈ જોઈ શકો છો. જે દિવસે ઈવેન્ટ ન હોય તે દિવસે સામાન્ય લોકો 10 રૂપિયા આપી તેને જોઈ શકે છે.

નીતા અંબાણીના દિલની નજીક છે આ ગાર્ડન.