Fruits: ગેસ થયો હોય તો આ ફળ ખાવાનું ટાળવું, ખાશો તો બગડી જશે હાલત

ગેસની તકલીફ

ફળ નિયમિત ખાવા જરૂરી હોય છે. પરંતુ ગેસની તકલીફ હોય ત્યારે કેટલાક ફળ ખાવાથી પેટની સમસ્યા વધી શકે છે.

સફરજન

સફરજન માં ફ્રુક્ટોઝ હોય છે. જેનાથી ઘણા લોકોને સમસ્યા થાય છે તેથી ગેસ હોય ત્યારે સફરજન ખાવાનું ટાળવું.

ખાટા ફળ

સંતરા, દ્રાક્ષ અને કીવી જેવા ખાતા ફળમાં સિટ્રિક એસિડ હોય છે. આ ફળ ખાલી પેટ ખાવાથી ગેસ થાય છે અને ગેસ હોય ત્યારે પણ આ ફળ ખાવા નહીં.

આમળા

વિટામીન સીથી ભરપુર આમળા પણ ગેસની સમસ્યાને વધારી શકે છે.

નાસપતિ

નાસપતિમાં પણ એવા તત્વ હોય છે જે સરળતાથી પચતા નથી. તેથી ગેસ હોય ત્યારે નાસપતિ ખાવાનું ટાળવું.

કેરી

ઉનાળામાં કેરી ખાવાની મજા પડી જાય છે. પરંતુ ગેસ અને એસિડિટીની તકલીફમાં કેરી ખાવાથી પાચન સંબંધિત સમસ્યા વધી શકે છે.

જાંબુ

જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન ફળ છે પરંતુ તેમાં ટેનિંગ નામનું તત્વ હોય છે જે ગેસને વધારી શકે છે.

ચેરી

ચેરીમાં પણ ફ્રુકટોઝ અને સોર્બીટોસ વધારે હોય છે તેને ખાવાથી પેટ ફુલવાની અને બ્લોટીંગની સમસ્યા થઈ શકે છે.