હાર્ટ એટેકના આ 5 સંકેત...ભૂલેચૂકે ઈગ્નોર ન કરતા

કોવિશીલ્ડ

કોરોના મહામારી વખતે કોવિશીલ્ડ વેક્સીન ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાઈ. પરંતુ હાલમાં કેટલાક કેસોમાં કોવિશીલ્ડ રસી બાદ હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક હોવાની વાત સામે આવી છે આ જાણકારી બ્રિટનની સ્વાસ્થ્ય એજન્સી MHRA એ આપી છે.

દુર્લભ મામલો

જો કે MHRA એ એ પણ સ્પષ્ટ કર્યું કે આ ખુબ જ દુર્લભ મામલા છે અને દરેકને રસી લીધા બાદ આવા નુકસાન થતા નથી.

કંપનીએ સ્વીકાર્યું

રસી નિર્માતા કંપનીએ સ્વીકાર્યું કે કોવિશીલ્ડ રસી બાદ બ્લડ થ્રોમ્બોસિસ (બ્લડ ક્લોટિંગ) થઈ શકે છે. જેના લીધે હાર્ટ એટેક કે બ્રેઈન સ્ટ્રોક થઈ શકે છે.

મનમાં ડર

આવામાં કોવિશીલ્ડ રસી લેનારા લોકોના મનમાં ડર પેસી ગયો છે. અમે તમને હાર્ટ એટેકના કેટલાક પ્રાથમિક સંકેતો વિશે જણાવીશું જેને ઈગ્નોર કરવા જોઈએ નહીં. તરત ડોક્ટરને બતાવવું જોઈએ.

1. છાતીમાં દુખાવો

છાતીમાં દર્દ કે દબાણ હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે. આ દુખાવો છાતીની ડાબી બાજુ અને જડબા, ગળા, હાથ કે પીઠમાં પણ થઈ શકે છે.

2. શ્વાસ લેવામાં તકલીફ

જો તમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.

3. જીવ ડોહળાવવો કે ઉલટી

હાર્ટ એટેક દરમિયાન કેટલાક લોકોને જીવ ડોહળાવવો કે ઉલ્ટી પણ થઈ શકે છે.

4. ચક્કર આવવા કે પરસેવો થવો

જો તમને અચાનક ચક્કર આવવા લાગે કે પરસેવો છૂટતો હોય તો હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

5. વધુ પડતો થાક

જો તમને ખુબ થાક મહેસૂસ થતો હોય તો આ પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

Disclaimer

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.