એડવેન્ચરના શોખીનો માટે આ છે ગુજરાતના ફરવાના સ્થળો

જો તમે એડવેન્ચરના શોખિન છો તો તમારા માટે આ બેસ્ટ જગ્યાઓ છે.

અહીં જંગલો ખૂંદવાના, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને સિદ્ધક્ષેત્રના દર્શન કરવાની તમને અહીં મજા મળી શકે છે.

શાંતિ અને મોક્ષનો અહેસાસ આપતું તારંગા હિલ સ્ટેશન

અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે તારંગ હિલ સ્ટેશન. અમદાવાદથી વાયા ગાંધીનગર થઈને વિજાપુરથી તમે તારંગા જઈ શકો છે.

ગુજરાતનું સૌથી મોટું એડવેન્ચર પાર્ક એટલે - તિરુપતી ઋષિવન

વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલાં દેરોલ ખાતે આવેલું તિરુપતિ ઋષિવન અમદાવાદથી આશરે 75 કિલો મીટરના અંતરે આવેલું છે.

અમદાવાદથી આશરે 160 કિલો મીટરના અંતરે આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય.

સાબરકાંઠા જિલ્લામાં આવેલાં વિજયનગરના પોળોના જંગલો વીક એન્ડ પિકનિક માટે સૌથી હોટ ફેવરીટ ડેસ્ટીનેશન ગણાય છે.