આ 9 અભિનેત્રીઓને થઈ હતી ગંભીર બીમારી, જાણો કેવું સહન કરવું પડ્યું

ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદ તેની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ એક સમય હતો જ્યારે તેને લૈરીંગાઈટિસ નામની બીમારી થઈ હતી. આ બીમારીમાં વોકલ કોર્ડમાં ઈન્ફેક્શન થઈ જાય છે.

નિમૃત કૌર

નિમૃત કૌરે લાંબા સમય સુધી ડિપ્રેશનનું દર્દ ઝેલ્યું છે. બિગ બોસ 16માં પણ તેને પેનિક એટેક આવ્યો હતો.

એશ્વર્યા સખૂજા

સાસ બિના સસૂરાલ ફેમ ઐશ્વર્યા સખૂજાએ રામસે હંટ સિન્ડ્રોમ નામની બીમારી ઝેલી છે. આ એટલી ઘાતક બીમારી છે જેમાં તેનો અડધો ચહેરો પેરેલાઈઝ થઈ ગયો હતો.

રશ્મિ દેસાઈ

એક ઈન્ટવ્યુમાં રશ્મિએ કહ્યું હતું કે તેને સિરોસિસ નામની બીમારી થઈ હતી જેના લીધે તે ખુબ તણાવમાં આવી ગઈ હતી.

રૂપાલી ગાંગુલી

અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી થાયરોઈડ જેવી પરેશાની સામે ઝઝૂમી રહી છે. તેણે જણાવ્યું હતું કે આ બીમારીના કારણે પ્રેગ્નેન્સીમાં પણ તેને ખુબ મુશ્કેલી વેઠવી પડી હતી.

દેબિના બેનર્જી

ટીવીની જાણીતી અભિનેત્રી દેબિના બેનર્જીને એન્ડોમેટ્રિયોસિસ નામની બીમારી થઈ હતી. જેના કારણે તેણે મા બનવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

રૂબીના દિલૈક

જોડકા બાળકોની માતા બનેલી રૂબીનાએ ઘણા સમય સુધી ડિપ્રેશનનું દર્દ ઝેલ્યું છે.

શમા સિકંદર

બાઈપોલર ડિસઓર્ડરથી શમા સિકંદર ઘણા સમય સુધી પરેશાન રહી હતી.