આ છે દુનિાના 10 સૌથી મજબૂત કરન્સી, જાણો કયાં છે ભારત

કુવેતી દિનાર

કુવેતી દિનાર દુનિયાની સૌથી મોંઘી મુદ્રા છે. 1 દિનારની કિંમત લગભગ 370.23 ભારતીય રૂપિયા બરાબર હોય છે.

બહરીન દિનાર

બહરીન દિનાર દુનિયાની બીજી સૌથી મોંઘી કરન્સી છે. 1 બહરીન દિનારની વેલ્યૂ લગભગ 220.4 ભારતીય રૂપિયા બરાબર છે.

ઓમાની રિયાલ

1 ઓમાની રિયાલની વેલ્યૂ લગભગ 215.84 ભારતીય રૂપિયા બરાબર હોય છે. તે દુનિયાની ત્રીજી સૌથી મોંઘી કરન્સી છે.

જોર્ડનિયન દિનાર

1 જોર્ડનિયન દીનારની વેલ્યૂ 117.10 રૂપિયા બરાબર થાય છે. આ વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે.

ઝિબ્રાલ્ટર પાઉન્ડ

ઝિબ્રાલ્ટર પાઉન્ડની વેલ્યૂ લગભગ 105.33 રૂપિયા બરાબર થાય છે. આ દુનિયાની પાંચમી સૌથી મોંઘી કરન્સી છે.

બ્રિટિશ પાઉન્ડ

પાઉન્ડ મુદ્રાનો ઉપયોગ યુકે સિવાય ઘણા દેશોમાં થાય છે. 1 પાઉન્ડની વેલ્યૂ લગભગ105.52 રૂપિયાની બરાબર થાય છે.

કેમેન દ્વીપ ડોલર

આ દુનિયાની સાતમી સૌથી મોંઘી કરન્સી છે. એક કેમન ડોલરની વેલ્યૂ લગભગ 99.91 ભારતીય રૂપિયા બરાબર છે.

સ્વિસ ફ્રેંક

સ્વિસ ફ્રેંક દુનિયાની આઠમી સૌથી મોંઘી કરન્સી છે. 1 સ્વિસ ફ્રેંકની વેલ્યૂ લગભગ 96.43 ભારતીય રૂપિયાને બરાબર થાય છે.

યુરો

વિશ્વની સૌથી મોંઘી કરન્સીના લિસ્ટમાં યુરોનું નવમું સ્થાન છે. 1 યુરોની કિંમત લગભગ 89.91 ભારતીય રૂપિયા બરાબર છે.

યુનાઇટેડ સ્ટેટ ડોલર

વર્લ્ડની સૌથી મોંઘી કરન્સીના લિસ્ટમાં અમેરિકન ડોલર દસમાં સ્થાને છે. ડોલરની વેલ્યૂ ભારતમાં 83.13 રૂપિયા છે.