ખાતામાં આટલા જ રાખો રૂપિયા, Income Tax ની નહીં આવો નજરમાં

આજના જમાનામાં નાનામાં નાના વ્યક્તિ પાસે બેંક એકાઉન્ટ હોય છે. બેંક જમા રકમ પર સારું એવું વ્યાજ પણ આપે છે.

ઘણા લોકો બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા જમા કરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે કેટલા રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવી શકો જેથી ઇનકમ ટેક્સની નજર તમારા ખાતા પર ન પડે.

ડિજીટલ યુગમાં મોટાભાગના લોકો ઓનલાઇન ટ્રાંન્ઝેક્શન કરે છે. તેમાં પૈસા જમા કરવા અને ઉપાડવાના ટ્રાન્ઝેક્શન થાય છે.

સેવિંગ એકાઉન્ટમાં મોટા ભાગના લોકો આ ખાતામાં પોતાની બચત રાખે છે. પરંતુ જ્યારે સવાલ થાય કે સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા રાખી શકાય છે.

તમને જણાવી દઈએ કે સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા રાખી શકાય તેની કોઈ લિમિટ નથી.

સેવિંગ એકાઉન્ટમાં તમે ઈચ્છો એટલા રૂપિયા રાખી શકો છો, પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે.

તો કોઈ સેવિંગ એકાઉન્ટમાં એટલા રૂપિયા ન રાખવા જોઈએ કે તે ઈનકમ ટેક્સની રડાર પર આવી જાય.

આઈટી વિભાગને આપણા બેન્ક એકાઉન્ટમાં કેશ ડિપોઝિટની જાણકારી હોય છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડે કોઈપણ બેન્ક માટે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવાની જાણકારી આપવી ફરજીયાત છે.

10 લાખ રૂપિયાની આ મર્યાદા એફડીમાં રોકડ જમા, મ્યૂચુઅલ ફંડ, બોન્ડ અને શેરમાં રોકાણ અને ફોરેન કરન્સી જેમ ટ્રાવેલર ચેક, ફોરેક્સ કાર્ડ વગેરેની ખરીદી પર પણ લાગૂ પડે છે.