ગુજરાતમાં સ્થપાશે સૈનિક શાળાઓ: સીએમ રૂપાણી

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેસકોર્સ મેદાનમાં ડિફેન્સ યુથ ફિએસ્ટાને ખુલ્લો મુક્યો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. સાથે જ જે સંસ્થાઓ સૈનિક શાળા માટે મંજૂરી માગશે તેઓને પણ મંજૂરી આપવા સરકાર તૈયાર છે. પુલવામામાં થયેલા હુમલા બાદ રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય ગણી શકાય.

Trending news