Smartphone: સ્માર્ટફોનનો ઉપયોગ રીલ્સ જોવાને બદલે આ 4 કામ માટે કરો, ચાર ગણી વધી જશે મંથલી ઈનકમ

Smartphone: સ્માર્ટફોનની મદદથી બિલ પેમેન્ટ થી લઈને ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થઈ જાય છે. દરેક પ્રકારની સુવિધા આપતો સ્માર્ટફોન તમને દર મહિને લાખોની કમાણી પણ કરાવી શકે છે પરંતુ મોટાભાગના લોકો સ્માર્ટફોનના આ ઉપયોગથી અજાણ હોય છે. 

Smartphone: સ્માર્ટફોનનો ઉપયોગ રીલ્સ જોવાને બદલે આ 4 કામ માટે કરો, ચાર ગણી વધી જશે મંથલી ઈનકમ

Smartphone: આજના સમયમાં દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોનની મદદથી લોકો પોતાના મિત્રો અને સંબંધીઓના સંપર્કમાં રહી શકે છે. સ્માર્ટફોનની મદદથી ફોટો વિડીયો અને જરૂરી દસ્તાવેજ પણ એકબીજાને મોકલી શકાય છે. સ્માર્ટફોનની મદદથી બિલ પેમેન્ટ થી લઈને ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થઈ જાય છે. દરેક પ્રકારની સુવિધા આપતો સ્માર્ટફોન તમને દર મહિને લાખોની કમાણી પણ કરાવી શકે છે પરંતુ મોટાભાગના લોકો સ્માર્ટફોનના આ ઉપયોગથી અજાણ હોય છે. 

આજના સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ રીલ્સ જોવા માટે જ કરવા લાગ્યા છે. પરંતુ તમે રીલ્સ જોવામાં જેટલી કલાકો બગાડો છો એટલી જ કલાક જો કેટલાક કામ કરવા આપશો તો સ્માર્ટફોનની મદદથી તમે ઘર બેઠા તમારી માસિક આવકને અનેક ગણી વધારી શકો છો. એવા ઘણા બધા કામ હોય છે જે સ્માર્ટફોનની મદદથી ઘર બેઠા કરી શકાય છે અને તેને કરવા માટે તમને હજારો રૂપિયા મળે છે. આજે તમને એવા ચાર સરળ કામ વિશે જણાવીએ છીએ જેને તમે સ્માર્ટફોન દ્વારા કરી શકો છો અને તમારી મંથલી ઇનકમને ચાર ગણી વધારી શકો છો.

ઓનલાઇન સર્વે

ઘણી બધી કંપનીઓ પોતાના પ્રોડક્ટ અને સેવાઓને લઈને લોકો શું વિચારે છે તે જાણવા માટે ઓનલાઇન સર્વે કરાવે છે. આ સર્વેમાં ભાગ લઈને તમે હજારો રૂપિયા કમાઈ શકો છો. તેના માટે તમને સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે. આવી કંપની અને વેબસાઈટ સર્વે માં ભાગ લેવા માટે પૈસા આપે છે. આ કામ કરીને તમે મહિને એક્સ્ટ્રા રૂપિયા કમાઈ શકો છો.

ફ્રીલાન્સિંગ

જો તમારી પાસે ખાસ ટેલેન્ટ છે જેમ કે તમે સારું લખો છો, ટ્રાન્સલેશન કરો છો, ગ્રાફિક્સ બનાવી શકો છો કે પ્રોગ્રામિંગ કરી શકો છો તો આ બધા જ કામમાં તમને ફ્રીલાન્સિંગ કામ સરળતાથી મળી શકે છે. તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આ બધા જ કામ ઘર બેઠા કરી શકો છો. ઘણી બધી વેબસાઈટ અને એપ્લિકેશન હોય છે જે આવા કામ ફ્રી લાન્સિંગ દ્વારા કરાવે છે. 

સોશિયલ મીડિયા માર્કેટિંગ

જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો અને તમારું ફેન ફોલોઇંગ સારું એવું છે તો સોશિયલ મીડિયા માર્કેટિંગ કરીને પણ તમે પૈસા કમાઈ શકો છો. ઘણી કંપની પોતાના પ્રોડક્ટ અને સર્વિસનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પબ્લિસિટી કરાવતા હોય છે. તેના બદલામાં કંપની તમને સારી એવી રકમ આપે છે. જે લોકો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય છે તેઓ આ રીતે લાખો રૂપિયા કમાતા હોય છે.

ઓનલાઇન ગેમિંગ

એવી ઘણી ઓનલાઈન ગેમ બનાવતી કંપની હોય છે જે તમને ગેમ રમવા માટે રૂપિયા આપે છે. જો તમને સ્માર્ટફોન પર ગેમ રમવી ગમે છે તો આ રીતે તમે તમારી મંથલી ઇન્કમને વધારી શકો છો. તેના માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી હોય છે તમે ઘર બેઠા ઓનલાઈન ગેમ રમીને પણ રૂપિયા કમાઈ શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news