એક્ટિવા કરતા પણ જબરદસ્ત સ્કૂટર આવ્યું; દમદાર એન્જિન, આકર્ષક ડિઝાઈન, મસ્ત ફીચર્સ

ભારતીય બજારના સ્કૂટર સેગમેન્ટમાં હોન્ડાનો એકતરફી દબદબો કાયમ છે. દર મહિને હોન્ડા એક્ટિવાના એક લાખથી વધુ યુનિટનું વેચાણ થઈ રહ્યું છે. આવામાં કંપનીએ આ સેગમેન્ટમાં પોતાને વધુ મજબૂત  કરવા માટે નવું સ્કૂટર બજારમાં ઉતાર્યું છે. 

એક્ટિવા કરતા પણ જબરદસ્ત સ્કૂટર આવ્યું; દમદાર એન્જિન, આકર્ષક ડિઝાઈન, મસ્ત ફીચર્સ

ભારતીય બજારના સ્કૂટર સેગમેન્ટમાં હોન્ડાનો એકતરફી દબદબો કાયમ છે. દર મહિને હોન્ડા એક્ટિવાના એક લાખથી વધુ યુનિટનું વેચાણ થઈ રહ્યું છે. આવામાં કંપનીએ આ સેગમેન્ટમાં પોતાને વધુ મજબૂત  કરવા માટે નવું સ્કૂટર સ્ટાઈલો 160cc (Honda Stylo 160cc) બજારમાં ઉતારી દીધુ છે. આ સ્કૂટર જોવામાં જેટલું સ્ટાઈલિશ છે તેટલું વધુ ફીચર્સથી પણ લેસ છે. એટલું જ નહીં આ કંપનીનું સૌથી પાવરફૂલ એન્જિનવાળું સ્કૂટર પણ છે. હોન્ડાના પ્રીમિયમ 160cc સ્કૂટર્સની વાત કરીએ તો કંપની હોન્ડા ADV 160, ક્લિક 160 પણ રજૂ કરી ચૂકી છે. નવું સ્ટાઈલો 160 એક નિયો રેટ્રો લૂક સાથે આવે છે. ખાસ કરીને તેને યુથ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. 

સ્ટાઈલો 160cc રેટ્રો લૂકની સાથે સાથે અનેક એડવાન્સ્ડ ફીચર્સથી લેસ છે. તેમાં LED લાઈટ્સ, LED DRLs, LED ટેલ લાઈટ્સ, ચાવી વગરના સ્ટાર્ટ ફીચર, કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), એલોય વ્હીલ, રંગ મેચ્ડ ORVMs, કલર કોટેડ ફ્લોરબોર્ડ જેવી ચીજો સામેલ છે. કલર્સની વાત કરીએ તો હોન્ડા સ્ટાઈલો 160 માં ગ્લેમ બેઝ, રોયલ મેટ બ્લેક, ગ્લેમ રેડ અને રોયલ ગ્રીન મળે છે. રોયલ કલરથી ટોપ સ્પેકના વધુ મોંઘા હોવાની શક્યતા છે. કારણ કે તેમાં ABS નો વિકલ્પ મળે છે. તેને બ્રાઉન કલરનું ફ્લોરબોર્ડ અને સીટ કવર મળે છે. 

જ્યાં સુધી પાવરટ્રેનનો સવાલ છે તો હોન્ડા સ્ટાઈલો 160 સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન દ્વારા ઓપરેટ થાય છે જે લગભગ 16 બીએચપીની મહત્તમ પાવર અને 15 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેની માઈલેજ 45 Kmpl ની છે. તે હીરો ઝૂમ 160 અને યામાહા એરોક્સ 155 જેવું જ છે. સ્કૂટરના કોમ્પોનેન્ટની વાત કરીએ તો તેમાં 12 ઈંચના એલોય વ્હીલ, પહોળા ટાયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, RSU ટેલીસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને ઘણું  બધુ હોવાની સંભાવના છે. તેમાં સીટની નીચે પણ મોટું સ્ટોરેજ મળી શકે છે. ફક્ત રોયલ વેરિએન્ટમાં સિલ્વર ગ્રેબ રેલ અને સિલ્વર ફ્રન્ટ ફોર્ક્સ પેઈન્ટ કરાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news