બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ

હ્યુન્ડાઈ ઈન્ડિયા માટે એપ્રિલ 2024 સતત ચોથો મહિનો રહ્યો, જ્યારે કંપનીનું ઘરેલું વેચાણ 50,000 યુનિટના આંકડાને પાર કરી ગયું છે. એપ્રિલમાં કંપનીના વેચાણમાં જોરદાર વધારો થયો છે. આ સાથે 30 દિવસમાં કંપનીની 50 હજાર કાર સેલ થઈ ગઈ છે.
 

બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ

નવી દિલ્હીઃ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પોતાની એસયુવી લાઇનઅપની સફળતાના આધાર પર એપ્રિલ 2024માં સારૂ વેચાણ કર્યું છે. એપ્રિલ મહિનામાં કંપનીનું કુલ વેચાણ 63,701 યુનિટ સુધી પહોંચી ગયું છે. તેમાં 50201 યુનિટ્સનું ઘરેલું વેચાણ અને 13500 યુનિટની નિકાસ સામેલ છે, જે વર્ષ-દર-વર્ષ 9.5 ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ દર્શાવે છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના સીઓઓ તરૂણ ગર્ગે હ્યુન્ડાઈ ક્રેટા, વેન્યૂ અને એક્સટર જેવા મોડલો દ્વારા નિભાવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપ્યો, જેણે સામૂહિક રૂપથી કંપનીના ઘરેલું વેચાણમાં 67 ટકાનું યોગદાન આપ્યું છે.

સતત ચોથા મહિને 50,000 યુનિટનો આંકડો પાર
ખાસ રૂપથી એપ્રિલ સતત ચોથો મહિનો રહ્યો, જ્યારે ઘરેલું વેચાણ 50000 યુનિટના આંકડાને પાર થયું, જે ચાલુ કેલેન્ડર વર્ષમાં મજબૂત પ્રદર્શનની પ્રવૃત્તિને દર્શાવે છે. નાણાકીય વર્ષ 2023-2024માં કંપનીએ 6.14 લાખ યુનિટ્સનું ઘરેલું વેચાણ હાસિલ કર્યું, જે પેછલા નાણાકીય વર્ષની તુલનામાં 8.3 ટકાની વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ છે.

હ્યુન્ડાઈની સફળતાનો શ્રેય
ભારતીય બજારમાં હ્યુન્ડાઈની સફળતાનો શ્રેય ક્રેટા, અલ્કાઝાર, આયનિક 5, એક્સટર, ઓરા અને વરના જેવા લોકપ્રિય મોડલોની વધતી માંગને આપી શકાય છે, જેમાં બધાએ પાછલા નાણાકીય વર્ષમાં પોતાના ઉચ્ચ વાર્ષિક વેચાણના આંકડા હાસિલ કર્યાં છે. નવી કારોએ ભારતના સ્પર્ધાત્મક ઓટો માર્કેટમાં ઓટોમેકરની વૃદ્ધિને વધુ વેગ આપ્યો.

કંપનીનું લક્ષ્ય
હ્યુન્ડાઈ મોટર ગ્રુપ પોતાની પહેલી હાઇબ્રિડ કારોને 2026ની શરૂઆતમાં લોન્ચ કરવા માટે ભારતીય બજાર પર નજર રાખી રહ્યું છે. સૂત્રોએ ખુલાસો કર્યો કે ગ્રુપ સૌથી વધુ વેચાનાર મિડ સાઇઝ હાઇબ્રિડ સ્પોર્ટ-યુટિલિટી વ્હીકલ્સ પર ધ્યાન આપી રહી છે. હાઇબ્રિડ વાહનોની પ્રત્યે આ રણનીતિક ફેરફાર ભારતીય ગ્રાહકોની વધતી પ્રાથમિકતાઓ પ્રત્યે હ્યુન્ડાઈની પ્રતિક્રિયાને રેખાંકિત કરે છે, જેણે ઈલેક્ટ્રિક વાહનોની સાથે-સાથે હાઇબ્રિડ ટેક્નોલોજી પ્રત્યે વધતા વલણને દર્શાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news