Shoaib Akhtar: શોએબ અખ્તરની મોટી ભવિષ્યવાણી, કહ્યું કઈ ટીમ જીતશે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી

World Cup 2023 News: 2023 વનડે વિશ્વકપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ વનડે વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે કરશે. વિશ્વકપ શરૂ થતાં પહેલા કઈ ટીમ જીતશે તેને લઈને ભવિષ્યવાણીઓ શરૂ થઈ ગઈ છે. 

Shoaib Akhtar: શોએબ અખ્તરની મોટી ભવિષ્યવાણી, કહ્યું કઈ ટીમ જીતશે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી

નવી દિલ્હીઃ Shoaib Akhtar Prediction: 2023 વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ વનડે વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં કરશે. 2023 વિશ્વકપના 1 મહિના પહેલા તેના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે પોતાની યજમાનીમાં રમવા અને મીડિયાની હેડલાઇનમાં રહેવાને કારણે આગામી વિશ્વકપમાં ભારતીય ટીમ ખુબ દબાવમાં હશે. 

શોએબ અખ્તરની મોટી ભવિષ્યવાણી
શોએબ અખ્તરે કહ્યું કે વિશ્વની નંબર-1 વનડે ટીમ પાકિસ્તાન માટે આ ખિતાબ જીતવાની સુવર્ણ તક છે, જે ગંભીર આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા દેશવાસીઓને ખુશ થવાની તક આપશે. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતે આઈસીસીનો કોઈ ખિતાબ જીત્યો નથી. શોએબે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'પાકિસ્તાન ભારતમાં સંપૂર્ણપણે એકલું થઈ જશે. તેના પર કોઈ દબાણ રહેશે નહીં. ભારત પર પોતાના ઘરના દર્શકોની સામે રમવાનું દબાણ રહેશે. અમે વધુ સારું પ્રદર્શન કરીશું.

અખ્તરે જણાવ્યું કઈ ટીમ જીતશે ટ્રોફી
શોએબ અખ્તરે કહ્યું, 'તમામ સ્ટેડિયમ ભરાઈ જશે અને બે અબજથી વધુ લોકો તેને ટીવી અથવા સોશિયલ મીડિયા પર જોશે. ભારતીય મીડિયા પણ પાકિસ્તાન પર ઘણું દબાણ કરશે. તેઓ તેને મહાભારત જેવું બનાવશે. તેઓ પહેલા જ ભારતને વિજયી જાહેર કરી ચૂક્યા છે. મેચ પહેલા આ પ્રકારનું બિનજરૂરી દબાણ રહેશે. જેના કારણે ભારતીય ટીમ પર ઘણું દબાણ રહેશે. ભારત અને પાકિસ્તાન 14 ઓક્ટોબરે અમદાવાદમાં વર્લ્ડ કપમાં ટકરાશે. આ પહેલા, બંને ટીમો 10 સપ્ટેમ્બર, રવિવારે એશિયા કપની સુપર ફોર મેચમાં રમશે અને 17 સપ્ટેમ્બરે ફાઇનલમાં પણ ટકરાઈ શકે છે. શોએબ અખ્તરે કહ્યું કે વર્લ્ડ કપના એક મહિના પહેલા પણ ભારતીય ટીમ કોમ્બિનેશનમાં હજુ કોઈ સ્થિરતા નથી.

બે વર્ષમાં ભારત પોતાની Playing 11 પસંદ કરી શકી નથી
શોએબ અખ્તરે કહ્યુ- છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમ પોતાની પ્લેઇંગ 11 નક્કી કરી શકી નથી. તમારો ચોથા ક્રમનો બેટર નક્કી નથી. વિરાટ ક્યા નંબરે રમશે ત્રીજા, ચોથા કે પાંચમાં. ઈશાન કિશન ગમે ત્યાં રમી શકે છે. અખ્તરે યુઝવેન્દ્ર ચહલ ટીમમાં ન હોવા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું- ચહલની પસંદગી ન થવી હું સમજી શકતો નથી. ભારતીય ટીમ 150-200 પર પર ઓલઆઉટ થવા પર બેટર વધારે છે, પરંતુ બોલર નહીં. આઠમાં નંબર પર બેટર રાખવાનો શું મતલબ છે. ટોચના પાંચ બેટર કંઈ ન કરી શક્યા તો સાતમાં આઠમાં ક્રમે આવનાર બેટર શું કરી લેશે. ભારતને એક બોલરની ખોટ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news