જો આવું થયું તો...ઓસ્ટ્રેલિયા-ભારત બંને બની શકે છે વર્લ્ડ ચેમ્પિયન, જાણો આ રસપ્રદ સમીકરણ વિશે

World Cup 2023: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટક્કર થવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલ મેચ માટે આઈસીસીએ ખાસ વ્યવસ્થા કરી છે. વરસાદના કારણે મેચ પ્રભાવિત થાય તો તેવી સ્થિતિમાં રિઝર્વ ડેની પણ જોગવાઈ કરાઈ છે. 

જો આવું થયું તો...ઓસ્ટ્રેલિયા-ભારત બંને બની શકે છે વર્લ્ડ ચેમ્પિયન, જાણો આ રસપ્રદ સમીકરણ વિશે

ભારતની મેજબાનીમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો રોમાંચ ચરમસીમાએ છે. વર્લ્ડ કપ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ફાઈનલ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ સતત ત્રીજીવાર ખિતાબ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા પણ છઠ્ઠીવાર ખિતાબ મેળવવા માટે તનતોડ મહેનત કરશે. 

આ ફાઈનલ મુકાબલમાં અમદાવાદમાં વરસાદની આશંકા આમ તો નહિવત છે. જે ક્રિકેટ ફેન્સ માટે સારી વાત છે. જો કે હવામાનનો મિજાજ ગમે ત્યારે બદલાઈ શકે છે કશું કહી શકાય નહીં. આવામાં ફેન્સ એ જાણવા માટે પણ આતુર છે કે  જો વરસાદ પડે અને ફાઈનલ સંપૂર્ણ રીતે ધોવાઈ જાય તો શું થાય?

અત્રે જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આવામાં જો ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે અને મેચ સંપૂર્ણ રીતે ધોવાઈ જાય તો આ સ્થિતિમાં મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર પૂરી કરવામાં આવશે. હવે ફેન્સના મનમાં એ પ્રશ્ન હશે કે જો રિઝર્વ ડે ઉપર પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણ રીતે ધોવાઈ જાય તો શું થાય?

મેચ ધોવાઈ જાય તો?
જેને લઈને આઈસીસીએ સ્પષ્ટ જાણકારી રજુ કરેલી છે. તેમના જણાવ્યાં મુજબ જો રિઝર્વ ડેમાં પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણ રીતે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. વર્ષ 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવું જોવા મળ્યું હતું. જ્યારે ભારત-શ્રીલંકા સંયુક્ત રીતે વિજેતા બન્યા હતા. આમ તો 48 વર્ષના ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી કોઈ ફાઈનલ મુકાબલો રિઝર્વ ડે પર ગયો નથી અને નિર્ધારિત દિવસે જ વિજેતા ટીમનો નિર્ણય થયો છે. 

રિઝર્વ ડે ક્યારે લાગૂ થાય
અમ્પાયર જેમ બને તેમ ફાઈનલ મેચ એ જ દિવસે પૂરી કરાવવાની કોશિશ કરશે. આ માટે મેચમાં ઓછામાં ઓછી 20 ઓવરો કરાવવામાં આવી શકે છે. જો આટલી ઓવરો પણ ન રમાઈ શકે તો અમ્પાયર આ મેચને રિઝર્વ ડેમાં કરાવવાનો નિર્ણય લઈ શકે છે. રિઝર્વ ડેમાં પણ ઓછામાં ઓછી 20-20 ઓવરો રમાય તે જરૂરી છે. જો વરસાદના કારણે તે દિવસે પણ ખેલ શક્ય ન થઈ શકે તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. 

ટાઈ થાય ફાઈનલ મેચ તો શું?
ફેન્સને જણાવી દઈએ કે જો વર્લ્ડ કપ ફાઈનલ મેચ ટાઈ થાય તો તેમાં સુપર ઓવર રમાડવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થઈ જાય તો તે સ્થિતિમાં ફરીથી સુપર ઓવર કરાવવામાં આવશે. જો સુપર ઓવર ત્યાં સુધી રમાશે જ્યાં સુધી કોઈ એક ટીમ જીતી ન જાય. જો ફાઈનલ મેચમાં ટાઈ થાય અને આ પ્રકારની સ્થિતિ ઊભી થાય તો ફેન્સને બમણો રોમાન્ચ જોવા મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news