IPL 2023: વિરાટ કોહલીએ બનાવ્યો અદ્ભુત રેકોર્ડ, આઈપીએલમાં ફટકારી સતત બીજી સદી

IPL 2023: વિરાટ કોહલીએ ગુજરાત ટાઈટન્સ સામે મહત્વની મેચમાં અણનમ સદી ફટકારી છે. આ કોહલીની સતત બીજી મેચમાં બીજી સદી છે. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. 

IPL 2023: વિરાટ કોહલીએ બનાવ્યો અદ્ભુત રેકોર્ડ, આઈપીએલમાં ફટકારી સતત બીજી સદી

બેંગલુરૂઃ IPL 2023માં પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારી છે. છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 64 બોલમાં સદી ફટકાર્યા બાદ તેણે ગુજરાત ટાઇટન્સ સામેની મહત્વની મેચમાં 60 બોલમાં સદી ફટકારી હતી. IPLના ઈતિહાસમાં, જ્યાં તેણે હવે ક્રિસ ગેલને પછાડીને સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ સાથે જ તે IPL ઈતિહાસમાં બે મેચમાં સતત સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો.

વિરાટ કોહલી પહેલા IPL ઈતિહાસમાં બે એવા ખેલાડી છે જેમણે બે મેચમાં સતત બે સદી ફટકારી હોય. શિખર ધવને વર્ષ 2020માં દિલ્હી કેપિટલ્સ માટે આ કર્યું હતું. જ્યારે 2022માં જોસ બટલરે રાજસ્થાન રોયલ્સ માટે આ કારનામું કર્યું હતું. હવે વિરાટ આવો ત્રીજો ખેલાડી બની ગયો છે. IPLમાં વિરાટ કોહલીની આ સાતમી સદી હતી અને તેણે 6 સદી ફટકારનાર ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ તેની ઇનિંગમાં 61 બોલમાં અણનમ 101 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

Yet another masterful knock from the run-machine 🫡#TATAIPL | #RCBvGT | @imVkohli pic.twitter.com/qRySCykIXn

— IndianPremierLeague (@IPL) May 21, 2023

IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
વિરાટ કોહલી - 7
ક્રિસ ગેલ - 6
જોસ બટલર - 5
કેએલ રાહુલ - 4
ડેવિડ વોર્નર - 4
શેન વોટસન - 4

વિરાટ કોહલીનું  IPL 2023માં પ્રદર્શન
વિરાટ કોહલીએ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 14 મેચની 14 ઇનિંગ્સમાં 639 રન બનાવ્યા છે. જેમાં 6 અડધી સદી અને બે સદી સામેલ છે. તે ફાફ ડુ પ્લેસિસ (730) પછી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. ઓરેન્જ કેપની યાદીમાં તે બીજા સ્થાને આવી ગયો છે. તેની શાનદાર બેટિંગથી RCBએ ગુજરાત ટાઇટન્સ સામેની આ મેચમાં 197 રન બનાવ્યા હતા. આ સિઝનની 10મી સદી પણ હતી. આ પહેલા આજે કેમેરોન ગ્રીને પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અણનમ 100 રન બનાવ્યા હતા.

IPL 2023માં સદી ફટકારનાર ખેલાડીઓની યાદી
હેરી બ્રુક - 100 અણનમ (55 બોલ) વિ કેકેઆર
વેંકટેશ અય્યર - 104 (51 બોલ) વિ મુંબઈ ઈન્ડિયન્સ
યશસ્વી જયસ્વાલ - 124 (62 બોલ) વિ મુંબઈ ઈન્ડિયન્સ
સૂર્યકુમાર યાદવ - 103 અણનમ (49 બોલ) વિ ગુજરાત ટાઇટન્સ
પ્રભસિમરન સિંહ - 103 (65 બોલ) વિ દિલ્હી કેપિટલ્સ
શુભમન ગિલ - 101 (58 બોલ) વિ સનરાઇઝર્સ હૈદરાબાદ
હેનરિક ક્લાસેન - 104 (51 બોલ) વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વિરાટ કોહલી - 100 (64 બોલ) વિ સનરાઇઝર્સ હૈદરાબાદ
કેમેરોન ગ્રીન - 100 અણનમ (47 બોલ) વિ સનરાઇઝર્સ હૈદરાબાદ
વિરાટ કોહલી- 101 રન વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news