રોહિત પાસે લાંબા સમય ટકશે નહી કેપ્ટનશિપ! 24 વર્ષનો આ ખેલાડી ટૂંક સમયમાં સંભાળશે કમાન

જોકે રોહિત શર્માનું કેપ્ટન બની રહેવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે તેમની ઉંમર 34 વર્ષ થઇ ગઇ છે અને તે વિરાટ કોહલી (33) કરતાં એક વર્ષ મોટા છે. આ ઉંમરમાં મોટા મોટા ખેલાડીઓની ફિટનેસ જવાબ આપવા લાગે છે અને તે નિવૃતિની પ્લાનિંગ કરવા લાગે છે.

રોહિત પાસે લાંબા સમય ટકશે નહી કેપ્ટનશિપ! 24 વર્ષનો આ ખેલાડી ટૂંક સમયમાં સંભાળશે કમાન

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના હિટમેન ઓપનર રોહિત શર્માને તાજેતરમાં જ ત્રણેય ફોર્મેટના કેપ્ટન તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. રોહિતના હાથમાં કેપ્ટનશિપ આવતાં આવતાં ઘણો સમય લાગ્યો અને પોતાની ઉંમરના હિસાબે તે ઇચ્છતા હોવા છતાં પણ લાંબો સમય ભારતીય ટીમન કેપ્ટન રહી શકશે નહી. રોહિતના ફેન્સને લાંબા સમયથી આ વાતની આતુરતા હતી કે તે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થાય. પરંતુ રોહિત અત્યારે 34 વર્ષના છે. ઘણા બધા ક્રિકેટર  આ ઉંમરમાં પોતાની નિવૃતિની જાહેરાત કરી દે છે. એવામાં ટીમ ઇન્ડીયાની પાસે પહેલાંથી જ એક ખેલાડી એવો છે જે તેમના લાંબા સમય સુધી કેપ્ટન બની રહી શકે છે. 

રોહિત લાંબા સમય સુધી રહી શકશે નહી કેપ્ટન
જોકે રોહિત શર્માનું કેપ્ટન બની રહેવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે તેમની ઉંમર 34 વર્ષ થઇ ગઇ છે અને તે વિરાટ કોહલી (33) કરતાં એક વર્ષ મોટા છે. આ ઉંમરમાં મોટા મોટા ખેલાડીઓની ફિટનેસ જવાબ આપવા લાગે છે અને તે નિવૃતિની પ્લાનિંગ કરવા લાગે છે. 7-8 વર્ષના લાંબા સમય વિશે વિચારીને રોહિતને નવા કેપ્ટન બનાવી શકાય નહી. એવામાં થોડ જ વર્ષો બાદ ટીમ ઇન્ડીયા માટે ફરી એક નવા કેપ્ટનની શોધ કરવામાં આવશે. એવામાં ઋષભ પંત એક સારો ઓપ્શન હોઇ શકે છે. 

આ ખેલાડી બની શકે છે નવો કેપ્ટન
ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત રોહિત શર્મા બાદ નવો કેપ્ટન બનવાનો મોટો દાવેદાર છે. પંત માત્ર 24 વર્ષનો છે અને તેણે IPLમાં તેની કેપ્ટનશિપ કારકિર્દીની સારી શરૂઆત કરી હતી. એ વાત નક્કી છે કે પંતે બહુ ઓછા સમયમાં ભારતીય ટીમમાં લાંબા સમય સુધી પોતાની જગ્યા બનાવી લીધી છે. તે હજુ યુવાન છે અને તેની પાસે હજુ લાંબી કારકિર્દી બાકી છે. આ કારણે તે કોઈપણ ખેલાડી કરતાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. રોહિતની જગ્યાએ તેને આ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

આઇપીએલમાં કેપ્ટનશિપનો અનુભવ
આઇપીએલ 201માં પણ ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ સારી રીતે કરી હતી. દિલ્હી લીગ મેચ બાદ સ્કોર બોર્ડમાં ટોપ પર રહી હતી. જોકે ક્વોલિફાયરના બંને મેચોમાં આટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમછતાં પંતે પહેલીવારમાં જ બતાવી દીધું કે તે કેપ્ટનશિપ કેવી રીતે કરી શકે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે વિકેટની પાછળથી પંત બૂમો પાડીને બોલરોને યોગ્ય દિશામાં બોલિંગ કરવાનું કહે છે. આના પરથી એ પણ સમજાય છે કે વિકેટ પાછળના ખેલાડીને રમતની સમજ અન્ય કોઈ ખેલાડી કરતાં વધુ હોય છે.

બેટિંગમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઝડપી વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જોકે પંત હવે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે કપિલ દેવ, શાર્દુલ ઠાકુર અને વીરેન્દ્ર સેહવાગ જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. બીજી ટેસ્ટના બીજા દિવસે મેદાન પર પંતની આંધી જોવા મળી હતી. આ બેટ્સમેને શ્રીલંકાના બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી અને એક સારી લીડ અપાવવામાં મદદ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news