T20 વર્લ્ડ કપ: 2021માં મેજબાની કરશે ભારત, 2022ની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં

ટી-20 વર્લ્ડ કપ 2021ની મેજબાનીને લઇને માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. આ ટૂર્નામેન્ચ ભારતમાં જ રમાશે. જ્યારે ત્યારબાદ 2022માં આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આ મામલે નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની શુક્રવારે યોજેયલી બેઠકમાં લેવાયો છે.
T20 વર્લ્ડ કપ: 2021માં મેજબાની કરશે ભારત, 2022ની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ 2021ની મેજબાનીને લઇને માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. આ ટૂર્નામેન્ચ ભારતમાં જ રમાશે. જ્યારે ત્યારબાદ 2022માં આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આ મામલે નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની શુક્રવારે યોજેયલી બેઠકમાં લેવાયો છે.

આ પ્રકારથી 2021નો ટી-20 વર્લ્ડ કપ અને 2023 વન ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો નક્કી થઇ ગયો છે. જ્યારે 2022નો ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાની મેજબાનીમાં યોજાશે. બીજી તરફ, આઇસીસીએ મહિલા વન ડે વર્લ્ડ કપ 2021ને રદ કર્યો છે. હવે આ ટૂર્નામેન્ટ 2022માં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ન્યૂઝીલેન્ડમાં યોજાશે.

આ છે શિડ્યૂલ
ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ આગામી વર્ષ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇન 14 નબેમ્બરના નક્કી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજનાનાર ટી-20 વર્લ્ડ કપ 2022 પણ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. જ્યારે ફાઇનલ 13 નવેમ્બરના રમાશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષ 18 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં આઇસીસી વર્લ્ડ ટી-20નું આયોજન કરવાનું હતું, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. જેનાથી ઇન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને લઇને માર્ગ સ્પષ્ટ થયો જે સંયુક્ત અરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news