બે સારા ખેલાડીઓને ઝટકો આપી રજા ભોગવતા પંડ્યા પર કેમ મહેરબાન થયું BCCI?

બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર હવે સવાલો ઉઠવાના શરૂ થયા છે. રણજી ટ્રોફી રમવાના આદેશનો અનાદર કરનાર ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન મળતાં હાર્દિક પંડ્યા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. 2018થી એક પણ ટેસ્ટ ન રમનાર પંડ્યાને કયા આધારે ગ્રેડ 'A' કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

બે સારા ખેલાડીઓને ઝટકો આપી રજા ભોગવતા પંડ્યા પર કેમ મહેરબાન થયું BCCI?

નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શ્રેયસ અય્યર અને ઈશાન કિશન વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેમને સેન્ટ્રલ કરારમાંથી હટાવી દીધા છે. આ બંને ખેલાડીઓે કરોડો રૂપિયાનું નુક્સાન થયું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ છોડ્યા પછી, ઈશાને ઝારખંડ માટે રણજી ટ્રોફી છોડી દઈ આઈપીએલની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. ઐય્યર પણ બરોડા સામેની રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ રમવા માટે મુંબઈની ટીમમાં જોડાયો ન હતો, જ્યારે તે ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પછી ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયો હતો. અય્યર અને કિશનને લઈને બીસીસીઆઈનો નિર્ણય આશ્ચર્યજનક ન લાગે, પરંતુ આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું આ બધા નિયમો હાર્દિક પંડ્યા પર લાગુ નથી પડતા, તેને A ગ્રેડ કેટેગરીમાં શા માટે સ્થાન આપવામાં આવ્યું.

તેનું શરીર રેડ-બોલ ક્રિકેટ માટે યોગ્ય નથી-
ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ NCAમાં રિહૈબમાંથી પસાર થનાર હાર્દિક પંડ્યાએ વાપસી માટે DY પાટિલ ટુર્નામેન્ટમાં રમવાનું પસંદ કર્યું હતું. હાર્દિકને એવા ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો જેમને BCCI દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા. તો આ જ શરત તેના પર કેમ લાગુ નથી? વાસ્તવમાં, હાર્દિક પંડ્યાએ BCCIને પહેલેથી જ જાણ કરી દીધી હતી કે તેનું શરીર રેડ-બોલ ક્રિકેટની માંગને પૂર્ણ કરતું નથી, તેણે છેલ્લે 2018માં ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી અને ત્યારથી તે તેને ટાળી રહ્યો છે. હાર્દિક છેલ્લે 2018માં ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળ્યો હતો. એ વર્ષે, તેને પીઠની સમસ્યા હતી, જ્યારે તેને 2018 એશિયા કપ દરમિયાન સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. બાદમાં સર્જરી કરવી પડી હતી.

ભારતીય T-20 ટીમના કેપ્ટન બનવાની ભેટ મળી-
સપ્ટેમ્બર 2020માં હાર્દિકની સર્જરી થઈ હતી, જેના કારણે તે લગભગ એક વર્ષ ક્રિકેટથી દૂર હતો. જો કે, તેણે IPL 2022માં જબરદસ્ત પુનરાગમન કર્યું અને ગુજરાત ટાઇટન્સને તેની શરૂઆતની સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું. હાર્દિકે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે તેને ભારતીય T-20 ટીમના કેપ્ટન બનવાની ભેટ મળી. જોકે, હાર્દિક ODI અને T-20 ફોર્મેટમાં ભારતનો નિયમિત ખેલાડી છે. ટીમ મેનેજમેન્ટ અને BCCI સત્તાવાળા સારી રીતે જાણે છે કે તેનું શરીર સફેદ બોલ ક્રિકેટ સિવાય ટેસ્ટ ક્રિકેટ રમવા માટે યોગ્ય નથી. હાર્દિકે ગયા વર્ષે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે તેણે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું નથી અને જરૂરી તૈયારીઓ કર્યા પછી જ પરત ફરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news