Rohit Sharma Video: Rohit Sharma છોડી રહ્યો છે Mumbai Indians? હીટમેનનો વીડિયો થયો વાયરલ

MI vs KKR IPL 2024: એક તરફ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાવાની છે, તો બીજી તરફ મેચ પહેલાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોહત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ વિશે વાત કરી રહ્યો છે. આને લઈને નવો હોબાળો શરૂ થયો છે.

Rohit Sharma Video: Rohit Sharma છોડી રહ્યો છે Mumbai Indians? હીટમેનનો વીડિયો થયો વાયરલ

Rohit Sharma Video viral: IPL 2024 ની મહત્વપૂર્ણ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કોલકાતામાં રમાવાની છે. આ માટે જ્યારે બંને ટીમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા કોલકાતાના કોચ અને તેના જૂના મિત્ર અભિષેક નાયરને મળ્યો હતો. 

આ દરમિયાન બંને વચ્ચેની વાતચીતમાં મુંબઈ ઈન્ડિયન્સના તમામ રહસ્યો ખુલ્યા હતા. તમને જણાવી દઈએ કે 2024ના સંસ્કરણ પહેલાં જ્યારે પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી હતી કે તેઓ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરી રહ્યા છે. જોકે, ફ્રેન્ચાઇઝીનો આ દાવ સફળ રહ્યો નથી.

હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં 
આ પગલું મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે એક મોટો આંચકો હતો અને તેઓ રોહિતના સમર્થનમાં સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા. તેમના નામના નારા લગાવવા લાગ્યા હતા. પંડ્યાની પણ મજાક ઉડાવવામાં આવી હતી. પંડ્યા પ્રત્યે નફરત એટલી વધી ગઈ હતી કે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન આઈપીએલ મેચ પહેલાં ટોસ માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરે ચાહકોને સારું વર્તન કરવાની સલાહ આપવી પડી હતી.

Someone tell Rohit Sharma about fans. pic.twitter.com/LtvB6iMU73

— 𝐈conic𝗥ohit 𝕏 (@cap_x_mahesh) May 10, 2024

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024 પ્લેઓફમાંથી બહાર 
મુંબઈ ઈન્ડિયન્સનું પતન એટલું વહેલું થયું છે કે તેઓ 12માંથી 8 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે અને હવે તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. પંડ્યાના સુકાનીપદ સામ સવાલો ઉભા થયા છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેના વલણ અને અવ્યવસ્થિત નિર્ણયો માટે તેની ટીકા થઈ રહી છે. હવે, શનિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા KKRના સહાયક કોચ અભિષેક નાયર સાથે વાત કરતા જોઈ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news