IPL 2024: તો ભારતમાં નહીં રમાઈ આઈપીએલ 2024? જાણો કેમ ઉઠી રહ્યો છે આ સવાલ

IPL And General Election: IPL ના ઈતિહાસમાં બે વખત એવું થયું છે, જ્યારે લોકસભા ચૂંટણીને કારણે આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતની બહાર કરવું પડ્યું છે.

IPL 2024: તો ભારતમાં નહીં રમાઈ આઈપીએલ 2024? જાણો કેમ ઉઠી રહ્યો છે આ સવાલ

IPL 2024 Host: IPLની 17મી સીઝન શરૂ થવામાં હવે લાંબો સમય બાકી નથી. માર્ચના અંતમાં ક્રિકેટ જગતની સૌથી મોટી લીડ શરૂ થઈ જશે. પરંતુ હજુ આઈપીએલનો કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે માર્ચના છેલ્લા સપ્તાહમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થશે. પરંતુ શું આ વખતે પણ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં જ થશે, તેને લઈને આશંકા બનેલી છે.

હકીકતમાં જે સમયે IPL 2024 ની શરૂઆત થવાની છે, ત્યારથી દેશમાં લોકસભા ચૂંટણી શરૂ થઈ જશે. જ્યાં સુધી આઈપીએલ ટૂર્નામેન્ટ ચાલશે ત્યાં સુધી ચૂંટણી પણ ચાલશે. અલગ-અલગ તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી માર્ચના અંતથી શરૂ થઈને મેના મધ્ય સુધી ચાલી શકે છે. એટલે કે આઈપીએલ દરમિયાન દેશભરમાં ચૂંટણીની ધૂમ રહેશે. હવે સવાલ ઉઠે છે કે દેશમાં ચૂંટણી અને આઈપીએલની તારીખો ટકરાવાથી શું તેનું આયોજન દેશમાં જ થશે?

તે સવાલનો જવાબ તે વાત પરથી મળે છે કે પહેલા દેશમાં જ્યારે લોકસભા ચૂંટણી થઈ ત્યારે આઈપીએલનું આયોજન ભારત બહાર થયું છે. વર્ષ 2009માં જ્યારે લોકસભા ચૂંટણી થઈ તો આઈપીએલનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થયું હતું. ત્યારબાદ 2014 લોકસભા ચૂંટણી દરમિયાન ભારતની સાથે સાથે કેટલીક મેચોનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું. આ કારણ છે કે 2024માં લોકસભા ચૂંટણીને કારણે આઈપીએલની યજમાની ભારત સિવાય અન્ય શિફ્ટ ન થઈ જાય.

ચૂંટણીને કારણે આઈપીએલના આયોજન પર અસર કેમ?
સવાલ તે પણ ઉઠે છે કે બે વખત લોકસભા ચૂંટણી સમયે આઈપીએલનું આયોજન કેમ દેશ બહાર કરવું પડ્યું. તેની પાછળ એક નહીં ઘણા કારણ છે. પ્રથમ તો કે આઈપીએલ એક મોટી ટૂર્નામેન્ટ છે. તેવામાં બે મહિના સુધી મેચને કારણે સિક્યોરિટીની વ્યવસ્થા થાય છે. લોકસભા ચૂંટણીને કારણે આ સુરક્ષા વ્યવસ્થામાં થોડી કમી આવવાની સંભાવના રહે છે, કારણ કે ચૂંટણી દરમિયાન મોટા સ્તર પર સુરક્ષાકર્મી દેશભરમાં તૈનાત હોય છે. પછી ચૂંટણીનો માહોલ બગડવાનો ડર રહે છે. ચૂંટણી સમયે મેચ હોવાથી લો એન્ડ ઓર્ડરમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર હોય છે. આ કારણે દેશમાં જ્યારે લોકસભા ચૂંટણી હોય ત્યારે આઈપીએલનું આયોદન દેશની બહાર કરવામાં આવે છે.

તો આ વખતે શું થશે?
વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન આઈપીએલ ભારતમાં રમાઈ હતી. ત્યારે ચૂંટણી અને મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં સારૂ સંતુલન જોવા મળ્યું હતું. મેચની તારીખને વોટિંગ ફેઝને જોતા નક્કી કરવામાં આવી હતી. તેવામાં સંભવ છે કે આ વખતે પણ દેશમાં ચૂંટણી સાથે-સાથે આઈપીએલનું આયોજન થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news