IPL: સંજીવ ગોયંકાએ રાહુલ સાથે જ નહીં, ધોની સાથે પણ કર્યું હતું એવું વર્તન...અપમાનનો ઘૂંટ પી ગયા હતા માહી

IPL 2024: લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની જે મેચ રમાઈ ત્યારબાદ મોટો વિવાદ થઈ ગયો છે.  આ મેચ બાદ LSG ના કેપ્ટન કે એલ રાહુલ અને ટીમના માલિક સંજીવ ગોયંકાનો વચ્ચે આકરી શાબ્દિક ટપાટપી થઈ. ગોયંકાનું વર્તન ક્રિકેટપ્રેમીઓને અણછાજતું લાગ્યું. સંજીવ ગોયંકાએ આ પહેલા ધોનીની સાથે ખરાબ વર્તન કર્યું હતું. 

IPL: સંજીવ ગોયંકાએ રાહુલ સાથે જ નહીં, ધોની સાથે પણ કર્યું હતું એવું વર્તન...અપમાનનો ઘૂંટ પી ગયા હતા માહી

લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની જે મેચ રમાઈ ત્યારબાદ મોટો વિવાદ થઈ ગયો છે. આ મેચમાં લખનઉની ટીમે 10 વિકેટથી હાર ઝેલવી પડી. હૈદરાબાદની ટીમે 58 બોલમાં જ 166 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો અને લખનઉએ શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ મેચ બાદ LSG ના કેપ્ટન કે એલ રાહુલ અને ટીમના માલિક સંજીવ ગોયંકાનો વચ્ચે આકરી શાબ્દિક ટપાટપી થઈ. ગોયંકાનું વર્તન ક્રિકેટપ્રેમીઓને અણછાજતું લાગ્યું અને સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો પણ ખુબ વાયરલ થયો.

અત્રે જણાવવાનું કે ક્રિકેટની દુનિયામાં સંજીવ ગોયંકાનું નામ કઈ નવું નથી. સંજીવ ગોયંકા લખનઉ પહેલા રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમના પણ માલિક રહી ચૂક્યા છે. રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ 2016 અને 2017ની સીઝનમાં આઈપીએલનો ભાગ હતી. ત્યારે સંજીવ ગોયંકાએ ધોનીની સાથે ખરાબ વર્તન કર્યું હતું. 

No description available.

વાત જાણે એમ છે કે મહેન્દ્રસિંહ ધોનની કેપ્ટનશીપમાં આઈપીએલ 2016માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સની ટીમ છેલ્લેથી બીજા નંબરે રહી હતી. ત્યારબાદ 2017ની આઈપીએલ સીઝનમાં ધોનીની જગ્યાએ સ્ટીવ સ્મિથને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો કેપ્ટન બનાવી દેવાયો. જ્યારે સ્મિથે મુંબઈ વિરુદ્ધ 6 એપ્રિલ 2017ના રોજ રમાયેલી મેચમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સને જીત અપાવી તો સંજીવ ગોયંકાના ભાઈ હર્ષ ગોયંકાએ ધોની પર નિશાન સાધ્યું હતું. 

image

શું કહ્યું હતું હર્ષ ગોયંકાએ?
ટીમ ઓનર સંજીવ ગોયંકાના ભાઈ હર્ષ ગોયંકાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પૂર્વ કેપ્ટનને નીચું દેખાડ્યું હતું તેનાથી ફેન્સથી લઈને સાક્ષી ધોની સુદ્ધા અવાક થઈ ગયા હતા. હર્ષે લખ્યું હતું કે 'RPSvMI, સ્મિથે સાબિત કરી દીધુ કે જંગલનો અસલી રાજા કોણ છે. ધોનીને સંપૂર્ણ રીતે પાછળ છોડી દીધો. આ કેપ્ટનવાળી ઈનિંગ હતી. તેમને કેપ્ટન બનાવવા એ ખુબ સારો નિર્ણય હતો.' આ ટ્વિટ બાદ હર્ષે જો કે વિરોધનો વંટોળ ઉઠતા ડિલીટ પણ કરી નાખી હતી. ત્યારબાદ તેમણે ફરીથી એક ટ્વિટ કરી હતી તો તેમાં ટીમના બેટિંગ સ્ટેટસના આધાર પર ટોપ પ્લેયર્સની યાદી દેખાડવામાં આવી. જેમાં ધોનીની પોઝિશન ખુબ નીચે હતી. આ એકવાર ફરીથી એમએસ ધોની વિરુદ્ધ નેગેટિવ એટિટ્યૂડનો પુરાવો હતો. 

image

સાક્ષીએ આપ્યો હતો જવાબ
મહેન્દ્રસિંહ ધોની ક્યારેય આ પ્રકારની ચીજો પર રિએક્ટ કરતા જોવા મળ્યા નથી. પરંતુ તેમની પત્ની હંમેશા પતિ માટે સ્ટેન્ડ લેવામાં પાછળ હટતી નથી. ગોયંકાની પોસ્ટનો જવાબ આપતા સાક્ષીએ પહેલા તો ચેન્નાઈ સુપર કિંગ્સની જરસીમાં પોતાની તસવીર શેર કરી હતી. 

image

સાક્ષીએ બતાવ્યો કર્મનો સિદ્ધાંત
ત્યાર બાદ સાક્ષીએ કર્મનો સિદ્ધાંત પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે 'જ્યારે પક્ષી જીવતું હોય છે ત્યારે તે કીડી ખાય છે અને જ્યારે તે મરી જાય છે ત્યારે કીડી તેને ખાઈ જાય છે. સમય અને પરિસ્થિતિ કોઈ પણ સમયે બદલાઈ શકે છે. ક્યારેય કોઈને નીચું ન દેખાડો કે પછી દુ:ખ ન પહોંચાડો. બની શકે કે આજે તમારી પાસે તાકાત હોય, પરંતુ એ યાદ રાખો કે સમય તમારા કરતા પણ વધુ શક્તિશાળી છે. એક ઝાડથી લાખો માચિસની સળીઓ બની શકે છે પણ આખા જંગલને બાળવા માટે એક જ સળીની જરૂર હોય છે. તો સારા રહો અને સારું કરો.'

image

ધોની પર કટાક્ષ કરનારા હર્ષના ભાઈની ટીમ રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ એક પણ ફાઈનલ જીતી શકી નહીં કે ન તો અત્યાર સુધીમાં તેમની નવી ટીમ લખનઉ સુપર જાયંટ્સ કોઈ ટ્રોફી પોતાના નામે કરી શકી. જ્યારે થાલાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 ટ્રોફીઓ જીતી છે. 

સાક્ષીએ ભલે ગોયંકાને જવાબ આપ્યો હોય પરંતુ ધોનીએ શું કર્યું? તેમણે એ જ કર્યું જેની શિખામણ ગીતામાં અપાઈ છે. ગીતામાં વ્યક્તિને ફળની ચિંતા કર્યા વગર બસ પોતાના કર્મના માર્ગ પર ચાલતા રહેવાની શિખામણ અપાઈ છે. ધોનીએ પણ એ જ કર્યું. તે  બસ ક્રિકેટ માટે પોતાના પ્રેમને લઈને અડગ રહ્યા અને મહેનત કરતા ગયા તથા પોતાનું 100 ટકા આપતા રહ્યા. પરિણામ શું આવ્યું તે બધા જાણે છે. આ શિખામણને બધાએ અનુસરવી જોઈએ. પોતાના લક્ષ્યને તમારું બધું જ આપી દો. કોઈ નીચું દેખાડે કે પાછળ હટવાનું કહે તો પણ હાર ન માનો. તમારી મહેનત ક્યારેક તો રંગ ચોક્કસ લાવશે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news