આને કહેવાય રાતોરાત કિસ્મત બદલાઈ! જાણો T20 વર્લ્ડકપમાં કયા 4 ગુજરાતી ક્રિકેટરોને લાગી લોટરી?

T20 World Cup: આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટી20 વિશ્વકપ રમશે. મહત્વપૂર્ણ વાત એ છે કે ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં આ વખતે ચાર ગુજરાતીને સ્થાન મળ્યું છે. 

આને કહેવાય રાતોરાત કિસ્મત બદલાઈ! જાણો T20 વર્લ્ડકપમાં કયા 4 ગુજરાતી ક્રિકેટરોને લાગી લોટરી?

India T20 World Cup Squad 2024: આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ચીફ સિલેક્ટર અને બીસીસીઆઈ સચિવ જયશાહ વચ્ચે યોજાયેલી બેઠક બાદ ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં આઈસીસી ટી20 વિશ્વકપ રમશે. મહત્વપૂર્ણ વાત એ છે કે ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં આ વખતે ચાર ગુજરાતીને સ્થાન મળ્યું છે. 

ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં આ વખતે ચાર ગુજરાતીને સ્થાન મળ્યું છે. જેમાં હાર્દિક પંડ્યાને આઈસીસી ટી20 વિશ્વકપમાં વાઇસ કેપ્ટન બનાવાયો છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ સ્થાન મળ્યું છે. રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા આપી છે. 

ભારતીય ટીમ આઈસીસી ટી20 વિશ્વકપમાં 5 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે 9 જૂને પાકિસ્તાન સામે મુકાબલો રમાશે. રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમમાં યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે.

રિઝર્વઃ શુભમન ગિલ, રિંકૂ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન.

ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતનો કાર્યક્રમ
5 જૂન – ભારત વિ આયર્લેન્ડ – ન્યૂયોર્ક 9 જૂન- ભારત વિ પાકિસ્તાન – ન્યૂયોર્ક 12 જૂન- ભારત વિ યુએસએ – ન્યૂયોર્ક 15 જૂન- ભારત વિ કેનેડા – ફ્લોરિડા

T20 વર્લ્ડ કપ 2024ની સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ
પ્રથમ સેમિ-ફાઇનલ – 26 જૂન, ગુયાનાબીજી સેમિ-ફાઇનલ – 27 જૂન, ત્રિનિદાદફાઇનલ મેચ – 29 જૂન, બાર્બાડોસ

કઇ ટીમ કયા ગ્રુપમાં

ગ્રુપ એ – ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.

ગ્રુપ બી – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.

ગ્રુપ સી – ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની.

ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news