BAN vs AFG: બીજી વનડેમાં બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, પ્રથમવાર જીતી સિરીઝ

Bangladesh vs Afghanistan: અફઘાનિસ્તાને બીજી વનડેમાં બાંગ્લાદેશને હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. અફઘાનિસ્તાને પ્રથમવાર બાંગ્લાદેશ સામે વનડે સિરીઝમાં જીત મેળવી છે. 

BAN vs AFG: બીજી વનડેમાં બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, પ્રથમવાર જીતી સિરીઝ

ઢાકાઃ Bangladesh vs Afghanistan 2nd ODI Highlights: ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝદરાનની શાનદાર સદી બાદ મુઝીબ-ઉર-રહમાન અને ફઝલકહ ફારૂકીની ઘાતક બોલિંગની મદદથી અફઘાનિસ્તાને બીજી વનડેમાં બાંગ્લાદેશને 142 રને પરાજય આપ્યો છે. આ સાથે અફઘાનિસ્તાને ત્રણ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. અફઘાનિસ્તાને પ્રથમવાર બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સિરીઝ જીતી છે. 

અફઘાનિસ્તાને પોતાના બંને ઓપનરોની સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 331 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 43.2 ઓવરમાં 189 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન માટે ફઝલકહ ફારૂકી અને મુઝીબે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. 

બાંગ્લાદેશ માટે સીનિયર બેટર મુશફિકુર રહીમે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. મેહંદી હસન મિરાજ અને શાકિબ-અલ હસને 25-25 રનનું યોગદાન આપ્યું હતું. તો છ બેટરો બે આંકડાના સ્કોરમાં પણ પહોંચી શક્યા નહીં. ઓપનર મોહમ્મદ નઈએ 9 અને લિટન દાસે 12 રન બનાવ્યા હતા. ત્યારબાદ નઝમુલ હુસૈન શાંતો 1 અને તૌહીદ 16 રન બનાવી આઉટ થયા હતા. 

72 રન પર છ વિકેટ ગુમાવ્યા બાદ બાંગ્લાદેશની ઈનિંગને રહીમ અને મેહંદી 159 રન સુધી લઈ ગયા હતા. જ્યારે આ બંનેની ભાગીદારી તૂટી તો અન્ય બેટર ખાસ રન બનાવી શક્યા નહીં અને ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

અફઘાનિસ્તાન માટે ફારૂકી અને મુઝીબ સિવાય રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ નબીને એક સફળતા મળી હતી. આ પહેલાં રહમાનુલ્લાહ ગુરબાઝે પોતાના વનડે કરિયરની સૌથી મોટી ઈનિંગ રમતા 145 રન ફટકાર્યા હતા. આ સિવાય તેના સાથી ઓપનર ઇબ્રાહિમ ઝદરાને 10 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 256 રનની ભાગીદારી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news