IPL: તો આઈપીએલની નવી સીઝન પહેલા પંજાબ કિંગ્સના કોચ પદેથી કુંબલેની વિદાય

Anil Kumble: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન પહેલા પંજાબ કિંગ્સની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ફ્રેન્ચાઇઝીએ મુખ્ય કોચ અનિલ કુંબલેનો કોન્ટ્રાક્ટ આગળ ન વધારવાનો નિર્ણય કર્યો છે. હવે પંજાબ કિંગ્સ દ્વારા નવા કોચની નિયુક્તિ માટેની  પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 

IPL: તો આઈપીએલની નવી સીઝન પહેલા પંજાબ કિંગ્સના કોચ પદેથી કુંબલેની વિદાય

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સે ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ અનિલ કુંબલેને મુખ્ય કોચ પદેથી હટાવી દીધા છે. રિપોર્ટ પ્રમાણે ઇયોન મોર્ગન, ટ્રેવર બેલિસ અને ભારતના એક પૂર્વ કોચનો આ ભૂમિકા સંભાળવા માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 

પંજાબ કિંગ્સે લીધો નિર્ણય
ઈએસપીએન ક્રિકઇન્ફોએ એક રિપોર્ટમાં કહ્યું, કુંબલેને 2020 સીઝન પહેલા પંજાબ કિંગ્સના મુખ્ય કોચ અને આગામી ત્રણ સીઝન માટે ટીમના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પરંતુ પ્રીતિ ઝિન્ટા, ઉદ્યોગપતિ મોહિત બર્મન, નેસ વાડિયા અને કરણ પોલ અને પંજાબ કિંગ્સના સીઈઓ સતીષ મેનન સહિત માલિકોના એક નિર્ણય બાદ તેમને ફ્રેન્ચાઇઝીથી અલગ કરી દેવામાં આવ્યા છે. 

કોચ તરીકે કુંબલેનું પ્રદર્શન
કુંબલેના કોચિંગમાં પંજાબ કિંગ્સે ત્રણેય સીઝનમાં આઈપીએલમાં ખાસ પ્રદર્શન કર્યું નહીં. વર્ષ 2020 અને 2021માં ટીમ પાંચમાં સ્થાને રહી હતી, જ્યારે ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો હતી. તો 2022ની સીઝનમાં પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તે સમયે કુંબલે સંજય બાંગર (2014-16), વીરેન્દ્ર સેહવાગ (2017), બ્રેડ ડોઝ (2018) અને માઇક હેસન (2019) બાદ પાંચ સત્રમાં કિંગ્સ દ્વારા નિમણૂક કરવામાં આવેલા પાંચમાં કોચ હતા. 

નવા કોચ માટે પ્રક્રિયા શરૂ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ફ્રેન્ચાઇઝી કુંબલેના સ્થાને નવા કોચ શોધી રહી છે. પંજાબ કિંગ્સ દ્વારા જલદી તેની જાહેરાત કરવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબ કિંગ્સે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગન, પૂર્વ શ્રીલંકા અને ઈંગ્લેન્ડના મુખ્ય કોચ ટ્રેવર બેલિસ સિવાય ભારતના એક પૂર્વ કોચનો સંપર્ક કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news