શનિના કુંભ રાશિ પ્રવેશ સાથે 3 રાશિનો શરૂ થયો સુવર્ણ સમય, 5 રાશિની માથે પનોતી બેઠી

Shani Gochar 2023: શનિની સાડા સાતથી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા પરથી પસાર થાય છે ધન માટે લાભ કરતાં ગણાય પરંતુ આંતરિક માનસિક ચિંતા અને અશાંતિ રહ્યા કરે .

શનિના કુંભ રાશિ પ્રવેશ સાથે 3 રાશિનો શરૂ થયો સુવર્ણ સમય, 5 રાશિની માથે પનોતી બેઠી

shani transit 2023: 17 જાન્યુઆરી 2023 ના સાંજે 5-48  મિનિટે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  શનિના કુંભ રાશિ પ્રવેશ સમયે ચંદ્ર વૃશ્ચિક છે જેથી નાની મોટી પનોતી અને તેના પાયા આ પ્રમાણે રહેશે મિથુન તુલા અને મકર રાશિ પનોતી માંથી મુક્ત થશે તેમને પણ લાભ મળવાનું શરૂ થશે.

આ 3 રાશિ લખપતી કરોડપતિ બનશે નસીબ ખુલશે 
ધન કન્યા અને મેષ રાશિનો સુવર્ણ સમય સરું થશે મોટા ધનલાભ થશે જીવનના નિર્ધારિત કરેલા કાર્યો પૂર્ણ થશે રોકાયેલા કાર્યો પૂર્ણ થશે તમામ પ્રકારે સફળતા મળશે.

આ ત્રણ રાશિનું નસીબ ખુલશે
સૌથી પહેલી ધન રાશિને  શનિ ત્રીજે પરાક્રમભાવમાં આવશે જેથી પ્રતિષ્ઠા વધે ધન યશ લાભ થાય મિત્રો અને દોસ્તો નો સપોર્ટ વધે ખૂબ જ મોટી સફળતા મળે નિર્ધારીત ટાર્ગેટ સિદ્ધ થાય.

કન્યા રાશિ:
કન્યા રાશિને આ શનિ શત્રુ ભાવે ભ્રમણ કરશે જે સંપૂર્ણ જીત અપાવશે અત્યાર સુધી ખૂબ મોટા ખર્ચનો સમય હતો હવે  ખૂબ મોટા લાભ આપવાનો આ શનિ  તેમાં પણ ખાસ કરીને નોકરી ધંધા કે હરીફાઈના ક્ષેત્રમાં જીત અપાવશે આવકના સાધનો વધારી દેશે સંપૂર્ણ કુંભ રાશિનું ભ્રમણ તમામ પ્રકારે લાભદાયી રહેવાનું છે.

મેષ રાશિ :  
લાભ ભાવમાં ભ્રમણ કરશે  કુંભ રાશિનો શનિ જે  મનની તમામ અશાંતિઓ દૂર કરવા વાળો  ખૂબ જ લાભદાયી નીવડવાનો છે તમામ પ્રકારે રોકાયેલા કાર્યો પૂર્ણ થશે જીવનના મહત્વના પ્રશ્નો હલ થશે નોકરી વ્યવસાયમાં પ્રગતિ થશે મોટા આર્થિક લાભ મળશે સમાજમાં યસમાન પ્રતિષ્ઠા વધશે.

દોસ્તો ક્યારે પણ શનિદેવને અવગણાય નહીં કેમ કે જ્યોતિષ શાસ્ત્રમાં  શનિને કાર્ય અનુસાર ન્યાય કરનાર દેવતા ગણેલ  છે માટે શનિ દેવ પનોતી દરમિયાન તમામ વ્યક્તિને તેમના  કાર્યો અનુસાર સારું નરસું ફળ આપી ન્યાય કરે છે.  શાસ્ત્રમાં અનેક લોકોને શનિના પરચા મળ્યા હોય તેમાં રાજા વીર વિક્રમાદિત્ય ,રાજા હરિશ્ચંદ્ર અને લંકા પતિ રાવણ પણ શનિ મહારાજના પ્રકોપથી બચી શક્યા નથી. શનિ જાતકને પનોતી સમય દરમિયાન દંડ કે લાભ આપે છે.
 
શનિ પનોતી રાજામાંથી રંક અને રંક માંથી રાજા બનાવે છે મુખ્યત્વે પનોતી જેઓને પણ અશુભ બનતી હોય તેમને શનિની  પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે જ છે ,જેમાં મુખ્યત્વે ધન નાશ દેવું કર્જ  ઘર-પરિવારમાં ક્લેશ, લગ્ન વિલંબ કે લગ્નજીવનમાં સમસ્યા, ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ વેપાર ધંધા નોકરીમાં રુકાવટ કે નુકસાન બાપદાદાની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે  અચાનક સોદા રોકાઈ જાય કર્યોમાં વિઘ્નો આવે કે ન થાય પૈસા ફસાઈ જાય કે નુકસાન થાય , શારીરિક રીતે  વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર ડાયાબિટીસ  હાર્ટ પ્રોબ્લેમ જોઈન્ટ પ્રોબ્લેમ અથવા અન્ય માનસિક રોગો જેવી સમસ્યાઓ પણ થઈ શકે. 

કોને નાની પનોતી કોને મોટી પનોતી 

અઢી વર્ષની નાની પનોતી 
કર્ક  રાશિ :
 
શનિ આઠમો થતા અઢી વર્ષની નાની પનોતી રૂપા ના પાયે શરૂ થશે જે નાની મોટી તકો અને નાના મોટા આર્થિક લાભ અપાવે પરંતુ માનસિક ચિંતા બેચેની અને નાની શારીરિક સમસ્યાઓ કરાવી શકે

વૃશ્ચિક રાશિ: 
શનિ ચોથો થતાં  અઢી વર્ષની નાની પનોતી સોના ના  પાયે શરૂ  થતી હોવાથી શારીરિક અને માનસિક તકલીફો રૂકાવટ કે બંધન આવી શકે આર્થિક તકલીફો વધે આવક ઘટે અથવા પૈસા ફસાઈ જાય

સાડા સાતી મોટી પનોતી
મકર રાશિ : 

શનિ સાડાસાતી પનોતીનો  અંતિમ ત્રીજો અઢી વર્ષનો છેલ્લો તબક્કો  સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે આર્થિક સમસ્યા ક્લેશ માનસિક ચિંતા અને બેચેની આપે શનિ ઉપાય કરવા અવશ્ય જરૂરી

કુંભ રાશિ:  
શનિનો સાડાસાતી પનોતીનો બીજો તબક્કો તાંબા ના પાયે છાતી પરથી  પસાર થશે જેથી વેપાર ધંધા નોકરી કે અન્ય આર્થિક કાર્યોમાં  લાભ થશે રુકાવટો દૂર થશે ,પરંતુ  માનસિક શારીરિક  ચિંતા ઉભી થતી રહે 

મીન રાશિ :  
શનિની સાડા સાતથી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા પરથી પસાર થાય છે ધન માટે લાભ કરતાં ગણાય પરંતુ આંતરિક માનસિક ચિંતા અને અશાંતિ રહ્યા કરે .

જ્યોતિષી ચેતન પટેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news