રાવણના આવતા જ સીતા માતા હાથમાં ઘાસનું તણખલું કેમ પકડી લેતા હતા?

Ravan Curse : રાવણ જ્યારે જ્યારે સીતા માતાના નજીક જવાનો પ્રયાસ કરતા ત્યારે સીતા માતા હાથમાં ઘાસનું તણખલું પકડી લેતા હતા, જેથી રાવણ ડરી જતો, આવું કેમ

રાવણના આવતા જ સીતા માતા હાથમાં ઘાસનું તણખલું કેમ પકડી લેતા હતા?

Why did Ravana tremble after seeing grass in Sita hand : રામ મંદિર બન્યા બાદ લોકોને ફરીથી રામાયણમાં રસ પડ્યો છે. રામાયણ એક અદભૂત રચના છે. જેના અનેક કિસ્સાઓ આજે પણ લોકોના માનસમાં ચર્ચા જગાવે છે. લોકો જેટલા ભગવાન રામને પસંદ કરે છે, તેટલા જ રાવણને પણ જાણવા ઉત્સુક હોય છે. ત્યારે આજે રામાયણના એક એવા કિસ્સા વિશે જાણીએ, જેમાં રાવણ સીતા માતાના હાથમાં એક વસ્તુ જોઈને થરથર કાંપી જતો હતો. આ કારણે તે સીતા માતાની ક્યારેય નજીક જઈ શક્યો ન હતો. 

રાવણ જ્યારે પણ માતા સીતાને મળવા આવતો ત્યારે સીતા માતા પોતાના હાથમાં ઘાસનું તણખલું પકડી લેતા હતા. રાવણ અનેકવાર સીતા માતાને ધમકાવતો હતો, પરંતુ સીતા માતા ચૂપચાપ સાંભળ્યા કરતા. પરંતુ સીતા માતાના હાથમાં ઘાસનું તણખલું હોવાથી રાવણ તેમની નજીક ક્યારેય જઈ શક્તો ન હતો. ઉલટાનું રાવણ ડરીને તેમનાથી દૂર જતો રહેતો હતો. 

રાવણના આ ડર પાછળ એક શ્રાપ કારણભૂત હતો. હકીકતમાં રાવણને એક શ્રાપ મળ્યો હતો. એકવાર રાવણે એક સુંદર તપસ્વીનીની સાથે દુરાચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તપસ્વીનીના સન્માનને ભંગ કર્યા બાદ રાવણ ત્યાંથી જવા લાગ્યો તો તે સ્ત્રીએ તેમને શ્રાપ આપ્યો, જે કુશા સાથે જોડાયેલ હતો. 

તપસ્વનીએ શ્રાપ આપ્યો કે, જ્યારે પણ રાવણ કોઈ સ્ત્રીની નજીક તેની મરજી વિરુદ્ધ જશે તો ઘાસનું તણખલું તેની રક્ષા કરશે. જ્યારે કોઈ સ્ત્રી આત્મરક્ષા માટે રાવણની સામે ઘાસનું તણખલું પકડીને ઉભી રહી જશે, તો તે તણખલું રાવણને ભસ્મ કરી દેશે. આ જ કારણ હતું કે, માતા સીતાના હાથમાં ઘાસ જોઈને રાવણ થરથર કાંપી જતો હતો, અને તેમની નજીક જવાની હિંમત ન કરતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news