12મીએ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશે

Shani Gochar:  વૈદિક જ્યોતિષ મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં શનિ ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય છે. અત્રે જણાવવાનું કે ન્યાયના દેવતા શનિદેવ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરતા ગ્રહ છે. તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિની ચાલ બદલાવવાથી 3 રાશિવાળા માટે પ્રગતિનો મહાયોગ બની રહ્યો છે. જાણો તે લકી રાશિઓ વિશે...

12મીએ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશે

મે મહિનાની 12 તારીખના રોજ શનિ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવ સવારે પૂર્વાભાદ્રપદ નક્ષત્રના દ્વિતિય પદમાં પ્રવેશ કરશે. તેઓ ત્યાં 18 ઓગસ્ટ સુધી રહેશે. નક્ષત્રોના ક્રમમાં પૂર્વાભાદ્રપદ 25મું નક્ષત્ર છે. આ નક્ષત્રના પ્રથમ ત્રણ ચરણ (પદ) કુંભ રાશિ જે શનિની પોતાની રાશિમાં આવે છે. તેનું અંતિમ પદ બૃહસ્પતિની મીન રાશિમાં પડે છે. વૈદિક જ્યોતિષ મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં શનિ ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય છે. અત્રે જણાવવાનું કે ન્યાયના દેવતા શનિદેવ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરતા ગ્રહ છે. તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિની ચાલ બદલાવવાથી 3 રાશિવાળા માટે પ્રગતિનો મહાયોગ બની રહ્યો છે. જાણો તે લકી રાશિઓ વિશે...

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખુબ ફાયદાકારક રહેશે. વેપાર, નોકરી, શિક્ષણ, ઉદ્યોગ, ધર્મ કર્મ અને આધ્યાત્મ કામ સાથે જોડાયેલા જાતકો ખુબ લાભ  મેળવશે. બિઝનેસમાં પ્રગતિ થશે. ગાડીઓના શોરૂમના માલિક સારો નફો મેળવશે. નોકરીયાતોને અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સારું બનશે. સારા પદ પર ટ્રાન્સફર થવાના યોગ છે. વિદ્યાર્થીઓને કરિયરમાં સફળતા માટે શિક્ષકોનું સારું માર્ગદર્શન મળશે. પરીક્ષામાં સારા નંબરથી પાસ થશો. આધ્યાત્મ તરફ ઝૂકશો. ધાર્મિક પ્રવાસ કરશો. 

સિંહ રાશિ
શનિના નક્ષત્ર પરિવર્તનથી સિંહ રાશિના જાતકોને ધનલાભ થશે. શિક્ષણમાં પ્રગતિ થશે. વાણિજ્ય વ્યવસાયમાં નફો થશે. કરિયરમાં વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન રહેશે. બેરોજગારોને કામ મળશે. સ્વાસ્થ્ય મામલે થોડું સાવધાન રહેવું પડશે. વેપારીઓને કામકાજ અને લેવડદેવડમાં ઉછાળો આવશે. જે સારો નફો કરાવશે. વેપારી વર્ગ ભાગીદારી કરી શકે છે. જે આવક વધારનારું રહેશે. રોકાણ કરવા માટે આ સમય સારો છે. અપાયેલું કરજ પાછું મળી શકે છે. કૌટુંબિક સહયોગ અને સમરસતા કાયમ રહેશે. જીવનસાથીનું સહચર્ય અને સહયોગથી ઘરનો માહોલ સારો રહેશે. 

કુંભ રાશિ
કુંભ એ શનિની સ્વરાશિ છે. પૂર્વાભાદ્રપદના ત્રીજા તરણનો સંયોગ કુંભ રાશિ સાથે જોડાયેલો છે. તેના પ્રભાવસ્વરૂપે કુંભ રાશિના જાતકોને ખાસ લાભ થવાના યોગ છે. પ્રબળ ધનલાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગના કામમાં ઉત્પાદન વધશે. ગોદામમાં રાખેલો માલ સારા ભાવે વેચાઈ શકે છે. કોર્ટ કચેરીના કામ સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળશે. વિદ્યાર્થીઓ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી શકશો. કુટુંબીજનોનો સહયોગ મળશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષીય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news