Mangal Gochar 2023: 69 દિવસ સુધી આ જાતકોની બલ્લે-બલ્લે, મંગળ કરશે માલામાલ!

Mangal Gochar 2023 in Mithun: હિંમત, લગ્ન અને જમીનનો સ્વામી મંગળ 13 માર્ચે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 69 દિવસ મિથુન રાશિમાં રહેશે અને નવપંચમ યોગ બનાવશે. આ યોગ અમુક રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે.
 

Mangal Gochar 2023: 69 દિવસ સુધી આ જાતકોની બલ્લે-બલ્લે, મંગળ કરશે માલામાલ!

નવી દિલ્હીઃ Navpancham Yog 2023 in Mithun Rashi: ગ્રહોના સેનાપતિ મંગળ આ સમયે વૃષભ રાશિમાં સંચાર કરી રહ્યાં છે. 13 માર્ચ 2023ના મંગળ ગોચર કરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ મિથુન રાશિમાં 69 દિવસ સુધી રહેશે. મંગળ મિથુન રાશિમાં રહીને નવમ પંચમ યોગ બનાવશે. આ દરમિયાન સૂર્ય અને ગુરૂ પણ રાશિ પરિવર્તન કરશે. મંગળનું રાશિ પરિવર્તન કેટલાક જાતકો માટે શુભ રહેશે. આ જાતકોના સાહસ-પરાક્રમમાં વધારો થશે. આવો જાણીએ કઈ રાશિના જાતકો માટે મંગળ ગોચર વિશેષ શુભ રહેશે. 

મંગળ ગોચરની રાશિઓ પર શુભ અસર
મેષ રાશિઃ
મંગળ ગોચરની મેષ રાશિ પર શુભ અસર થશે. આ જાતકોની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમારો વધેલો આત્મવિશ્વાસ અટવાયેલા કામ પૂરા કરાવી દેશે. કરિયરમાં મોટો લાભ થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. પિતાનો સહયોગ મળશે. 

મિથુન રાશિઃ મંગળ ગોચર કરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેનો મોટો લાભ આ જાતકોને મળળે. રોજ પ્રતિકારક ક્ષમતા મજબૂત થશે. સંપત્તિથી લાભ થશે. મોટો સોદો થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોને મોટો લાભ થશે. માન-સન્માન મળશે. 

સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને આર્થિક મામલે મોટો લાભ થશે. જૂના રોકાણથી પૈસા આવશે. રૂપિયાનું રોકાણ કરી શકો છો. પગારમાં વધારો થઈ શકે છે. ધનલાભ થશે. આવકના નવા માર્ગ ખુલશે. કાયદાકીય મામલામાં જીત થઈ શકે છે. 

કન્યા રાશિઃ કન્યા રાશિના લોકોને મંગળ ગોચર પ્રમોશન અપાવી શકે છે. બોસ પાસેથી પ્રશંસા મળશે. કોઈ એવોર્ડ મળી સકે છે. બિઝનેસમાં લાભ થશે. આત્મવિશ્વાસ વધશે. વિવાદથી બચવું. 

મકરઃ મકર રાશિના જાતકોને મંગળ ગોચર મોટો લાભ કરાવશે. ઈચ્છા પ્રમાણે નોકરી મળી શકે છે. ખર્ચ વધતો રહેશે. કરિયર માટે સારો સમય છે. ધન લાભનો પણ યોગ છે. 

( આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે આ સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news