Guruvar Upay: ગુરુવારે કરેલા ગોળના આ ઉપાયથી કાર્યમાં નડતી બાધા દુર થશે, કરિયરમાં ઝડપથી મળશે સફળતા

Guruvar Upay:જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને કારર્કિદીમાં સફળતા મળે છે. જો ગુરુ નબળો હોય તો સફળતામાં બાધા આવે છે અને આર્થિક સ્થિતિ પણ નબળી રહે છે.  આ સમસ્યાને દુર કરવા અને ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુવારે કેટલાક ઉપાયો કરી શકાય છે. 

Guruvar Upay: ગુરુવારે કરેલા ગોળના આ ઉપાયથી કાર્યમાં નડતી બાધા દુર થશે, કરિયરમાં ઝડપથી મળશે સફળતા

Guruvar Upay: હિંદુ ધર્મમાં ગુરુવારના દિવસને ભગવાન વિષ્ણુનો દિવસ કહેવાય છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલનહાર છે. જો ગુરુવારના દિવસે વિધિ-વિધાનથી તેમની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત જો ગુરુ ગ્રહ નબળો હોય તો તે પણ મજબૂત થાય છે. 

ગુરુવારના કેટલાક અચૂક ઉપાયો પણ છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને કારર્કિદીમાં સફળતા મળે છે. જો ગુરુ નબળો હોય તો સફળતામાં બાધા આવે છે અને આર્થિક સ્થિતિ પણ નબળી રહે છે.  આ સમસ્યાને દુર કરવા અને ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુવારે કેટલાક ઉપાયો કરી શકાય છે. આ ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓ દુર થાય છે. તો ચાલો તમને જણાવીએ ગુરુવારના અચૂક ઉપાયો વિશે

કરિયરમાં આવતી બાધા દુર કરવાનો ઉપાય

જો કરિયરમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ આવતી હોય તો જ્યારે પણ ઈંટરવ્યુ આપવા કે મહત્વના કામે જવાનું હોય ત્યારે રસ્તામાં જતી કોઈ ગાયને ગોળ ખવડાવી દેવો. તેનાથી જે કાર્ય માટે જાવ છો તેમાં સફળતા મળશે. 

મનોકામના પૂર્તિ માટે

ગુરુવારે સાંજે એક ગોળનો ટુકડો, 7 હળદરની ગાંઠ અને 1 રુપિયાના સિક્કાને પીળા કપડામાં બાંધી અજ્ઞાત જગ્યા પર ફેંકી દો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી મનની ઈચ્છા પુરી થાય છે. 

કાર્યની બાધા દુર કરવા

કાર્યમાં વારંવાર સમસ્યાઓ આવતી હોય તો બૃહસ્પતિ દેવને ગોળ અર્પણ કરો. આ કાર્ય ગુરુવારના દિવસે કરવું. આમ કરવાથી તમારા કાર્યમાં કોઈ સમસ્યા નહીં આવે અને કાર્યો સરળતાથી પુરા થશે.

આર્થિક સ્થિતિ માટે

ગુરુવારના દિવસે કોઈ જરુરીયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ દિવસે લોટમાં ગોળ મિક્સ કરી ગાયને ખવડાવી પણ શકાય છે. 

સુખ સમૃદ્ધિ માટે

ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને કેળા અર્પણ કરો. સાથે જ તેમને ચણાની દાળ અને ગોળ ચઢાવો. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધવા લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news