તમારા સુતેલા કિસ્મતને પણ જગાડી શકે છે આ છ છોડ, શ્રાવણ સાથે છે વિશેષ સંગમ

વ્રત-તહેવારોમાં વૃક્ષ અને છોડની પૂજાનું વિશેષ મહાત્મય હોય છે. આ સમય દરમિયાન કેટલાક ખાસ છોડ વાવવામાં આવે તો વ્યક્તિનું જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ બની શકે છે.

તમારા સુતેલા કિસ્મતને પણ જગાડી શકે છે આ છ છોડ, શ્રાવણ સાથે છે વિશેષ સંગમ

નવી દિલ્લીઃ સામાન્ય રીતે છોડ અને શ્રાવણનો અનોખો સંગમ હોય છે. જો શ્રાવણમાં કેટલાંક છોડ ઘરે લાવીને તેની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે તો તે ખુબ લાભ આપે છે. પરંતુ શ્રાવણ સિવાય પણ આ છોડ તમારા જીવનમાં ખુબ હકારાત્મક પ્રભાવ છોડે છે. જેથી એવું કહેવાય છેકે, કોઈ પણ દિવસે કોઈ પણ વારે આ છોડ તમારા ઘર કે ઓફિસમાં લાવીને લગાવવામાં આવે તો તેનાથી તમારા ધાર્યા કામો પાર પડે છે એવું જ્યોતિષ શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. ત્યારે જાણીએ શ્રાવણ સાથે સંગમ ધરાવતા આ છોડની વિશેષ વાતો....

તહેવારોમાં પૂજા-પાઠ અને દાન-પુણ્યનું ખાસ મહત્ત્વ હોય છે. વ્રત-તહેવારોમાં વૃક્ષ અને છોડની પૂજાનું વિશેષ મહાત્મય હોય છે. આ સમય દરમિયાન કેટલાક ખાસ છોડ વાવવામાં આવે તો વ્યક્તિનું જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ બની શકે છે. આ સમય દરમિયાન છોડ રોપવાથી પુણ્ય તો મળે જ છે, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે. આજે આપણે જાણીએ છીએ કે આ મહિનામાં કયા છોડ સૌથી વધુ ફાયદાકારક છે.

તુલસીનો છોડઃ
તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો અને શુભ માનવામાં આવે છે. હિંદુધર્મના મોટાભાગના લોકોના ઘરમાં તુલસીનો છોડ રોપેલો હોય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અથવા તમે બીજો તુલસીનો છોડ રોપવા માંગો છો, તો આ માટે શ્રાવણ મહિનો સૌથી શુભ છે. આ છોડની નીચે રોજ દીવો કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પરિવાર સ્વસ્થ રહે છે. આ સિવાય સમયમાં પણ વાર-તહેવારે આ છોડ ઘરે લાવીને રોપવાથી ખુબ લાભ થાય છે.

દાડમનો છોડ:
શ્રાવણ મહિનામાં દાડમનો છોડ રોપવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે, છોડ રાત્રીના સમયે વાવવો જોઈએ. તેને ઘરની સામે રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સિવાય સમયમાં પણ વાર-તહેવારે આ છોડ ઘરે લાવીને રોપવાથી ખુબ લાભ થાય છે.

કેળાનો છોડ:
એકાદશી અથવા શ્રાવણ મહિનાનાં ગુરુવારે કેળાના રોપવા વાવી શકાય. ઘરમાં કેળાનું વૃક્ષ વાવવું વાસ્તુની દ્રષ્ટિએ શુભ નથી, પરંતુ ઘરની પાછળ અથવા છતની પાછળ તેને રોપવામાં કોઈ નુકસાન નથી. વૃક્ષ વાવ્યા બાદ તેને દરરોજ જળ આપો. તેનાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે. સાથે જ, ગુરુ ગ્રહ કુંડળીમાં મજબૂત બનશે. આ સિવાય સમયમાં પણ વાર-તહેવારે આ છોડ ઘરે લાવીને રોપવાથી ખુબ લાભ થાય છે.

ક્લસ્ટર ફિગઃ જ્યોતિષશાસ્ત્રમાં ક્લસ્ટર ફિગ વૃક્ષને ચમત્કારીક વૃક્ષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં એક ક્લસ્ટર ફિગ છોડ વાવવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. આ સિવાય સમયમાં પણ વાર-તહેવારે આ છોડ ઘરે લાવીને રોપવાથી ખુબ લાભ થાય છે.

લજામણીનો છોડઃ
શ્રાવણ મહિનાના શનિવારે ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ લજામણીનો છોડ લગાવો. આ છોડ લગાવવાથી શનિ દોષમાંથી રાહત મળે છે અને માં લક્ષ્મીની કૃપા થાય છે. આ સિવાય સમયમાં પણ વાર-તહેવારે આ છોડ ઘરે લાવીને રોપવાથી ખુબ લાભ થાય છે.

પીપળાનો છોડ:
શ્રાવણ મહિનાના ગુરુવારે પીપળાનો છોડ લગાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે. પીપળાના છોડને ભૂલથી પણ ઘરમાં ન લગાવો. આ વૃક્ષને બગીચામાં, મંદિર પાસે તથા રસ્તાની બાજુમાં વાવવામાં આવે છે. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ સિવાય કેટલાક લોકો પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ સિવાય સમયમાં પણ વાર-તહેવારે આ છોડ ઘરે લાવીને રોપવાથી ખુબ લાભ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news