Relationship Tips: ફક્ત 30 મિનિટનો ડિજિટલ બ્રેક લઈ પ્રિયપાત્ર સાથે રોજ કરો આ કામ, દાંપત્યજીવનમાં છવાઈ જશે ખુશીઓ

Relationship Tips: નિયમિત રીતે વાતચીત કરવાથી અને સમય પસાર કરવાથી સંબંધોમાં પ્રેમ અને લાગણી યથાવત રહે છે આ 30 મિનિટનો બ્રેક સંબંધમાં રોમાન્સ વધારવામાં પણ મદદ કરે છે. 

Relationship Tips: ફક્ત 30 મિનિટનો ડિજિટલ બ્રેક લઈ પ્રિયપાત્ર સાથે રોજ કરો આ કામ, દાંપત્યજીવનમાં છવાઈ જશે ખુશીઓ

Relationship Tips: દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે તેવી ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. પરંતુ આજના સમયની દોડધામના કારણે કપલ વચ્ચે સમસ્યાઓ પણ વધતી જાય છે. સવારથી સાંજની દોડધામ પછી જ્યારે વ્યક્તિ ઘરે આવે છે તો તે પોતાના પાર્ટનરને સમય દેવાનું ભૂલી જાય છે. જેના કારણે સંબંધોમાં ધીરે ધીરે સમસ્યાઓ વધવા લાગે છે. આજના સમયમાં મોટાભાગના કપલ જ્યારે ફ્રી થાય ત્યારે હાથમાં મોબાઈલ લઈને બેસી જાય છે. આવી સ્થિતિમાં સંબંધમાં પ્રેમ રહેતો નથી. જો તમારે આવી ભૂલ ન કરવી હોય અને દાંપત્યજીવનમાં ખુશીઓ વધારવી હોય તો રોજ વધારે નહીં પણ ફક્ત 30 મિનિટનો ડિજિટલ બ્રેક લેવાનું રાખો. 

તાજેતરમાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો તમે ડિજિટલ દુનિયાથી 30 મિનિટનો બ્રેક લઈને પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરશો તો સંબંધોમાં ખુશીઓ વધે છે. 30 મિનિટ દરમિયાન ફોન, ટીવી કે અન્ય કોઈપણ વસ્તુ પર ધ્યાન આપવું નહીં. આ 30 મિનિટનો સમય ફક્ત એકબીજા સાથે વાતચીત કરવામાં અને એકબીજાની સાથે અન્ય કામ કરવામાં પસાર કરવો. ફક્ત 30 મિનિટનો આ સમય તમારા સંબંધમાં વિશ્વાસ અને પ્રેમને વધારવામાં મદદ કરશે.

30 મિનિટના બ્રેકમાં શું કરવું ? 

- ડિજિટલ બ્રેક દરમિયાન ફોન કે ટીવી થી દુર રહો. આ સમય દરમિયાન એકબીજા પર ફોકસ કરો.

- આ સમય દરમિયાન રૂટીન લાઈફથી લઈને તમારી ઈચ્છાઓ અંગે ખુલીને વાત કરો.

- પાર્ટનર સાથે બોર્ડ ગેમ રમવી, ભોજન બનાવવું કે પછી ચાલવા જવા જેવી એક્ટિવિટી પણ કરી શકો છો.

- 30 મિનિટના બ્રેક દરમ્યાન એકબીજાની સારી બાબતોના વખાણ કરો. સાથે જ પસંદ નાપસંદ અંગે ચર્ચા કરો. 

30 મિનિટના ડિજિટલ બ્રેકથી થતા ફાયદા

ગેરસમજ દૂર થશે

જ્યારે તમે 30 મિનિટ ડિજિટલ બ્રેક લો છો તો પોતાના પાર્ટનર સાથે વાતચીત કરો. વાતચીત કરવાથી બે વ્યક્તિ વચ્ચે ઊભી થયેલી ગેરસમજ દૂર થાય છે. સાથે જ સંબંધોમાં પારદર્શિતા વધે છે.

ઈમોશનલ કનેક્શન

આખો દિવસ તમે વ્યસ્ત રહ્યા હોય પછી 30 મિનિટના સમયમાં જ્યારે તમે પાર્ટનર સાથે સમય પસાર કરો છો તો તમારી વચ્ચેનો ઈમોશનલ બોન્ડ વધે છે. આ સમય દરમિયાન સાથે રહેવાથી તમે તમારી પાર્ટનરની ભાવનાઓને સમજી શકશો. 

પ્રેમ જળવાઈ રહેશે

નિયમિત રીતે વાતચીત કરવાથી અને સમય પસાર કરવાથી સંબંધોમાં પ્રેમ અને લાગણી યથાવત રહે છે આ 30 મિનિટનો બ્રેક સંબંધમાં રોમાન્સ વધારવામાં પણ મદદ કરે છે. 

સમસ્યાનું થશે સમાધાન

ઘણી વખત નાની નાની બાબતો મોટી સમસ્યા બની જાય છે. આવી સમસ્યાનું સમાધાન વાતચીત થી જ આવી જશે જો તમે રોજ 30 મિનિટનો સમય એકબીજા સાથે વાત કરવામાં પસાર કરશો. વાતચીત થી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે જેના કારણે ઝઘડા પણ ઘટી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news