સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી, આજથી 16 મે સુધી વરસાદનો વરતારો

Rain Alert In Gujarat : આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાનની આગાહી છે. શનિવારે દાહોદમાં કમોસમી વરસાદનું આગમન થયું હતુ. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સાથે ઠંડરસ્ટ્રોંમ એક્ટિવિટીની પણ આગાહી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. આમ, આગામી પાંચ થી છ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. 

12 મેએ ક્યાં વરસાદની આગાહી

1/7
image

વલસાડ,નવસારી,ડાંગ,સુરત,નર્મદા,છોટાઉદેપુર,પંચમહાલ,વડોદરા,મહીસાગર,દાહોદ,આણંદ

13 મેએ ક્યાં વરસાદની આગાહી

2/7
image

બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ,દાહોદ,મહીસાગર,ભરૂચ,છોટાઉદેપુર,સુરત,તાપી,નવસારી,નર્મદા,વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

14 મેએ ક્યાં વરસાદની આગાહી

3/7
image

બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર

15 મેએ ક્યાં વરસાદની આગાહી

4/7
image

અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

16 મેએ ક્યાં વરસાદની આગાહી

5/7
image

બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી

અમદાવાદમાં પણ આવશે વરસાદ

6/7
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 

7/7
image

તો બીજી તરફ, અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદમાં 41.6 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન પહોંચ્યું હુતં. ગ્રીન સીટી ગાંધીનગરમાં પણ 41.2 ડિગ્રી, તેમજ જ્યારે ડીસામાં 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. અન્ય જિલ્લાઓમાં તાપમાનની વાત કરીએ તો, વલ્લભ વિદ્યાનગર 40.1 ડિગ્રી, વડોદરા સુરતમાં 37.8 ડિગ્રી, દમણમા 34 ડિગ્રી, ભુજ 38.4 ડિગ્રી, નલિયા 35.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ 39.4 ડિગ્રી, ભાવનગર 37.4 ડિગ્રી, દ્વારકા 34.8 ડિગ્રી, ઓખા 33.7 ડિગ્રી, પોરબંદર 34.4 ડિગ્રી, રાજકોટ 41.3 ડિગ્રી, વેરાવળ 33.8 ડિગ્રી, દીવ 32.5 ડિગ્રી, મહુવા 38.4 ડિગ્રી, કેશોદ 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.