Photos: જાણો કોણ છે અભિનેત્રી પાયલ ઘોષ, જેણે મોહમ્મદ શમીને આપી છે લગ્નની ઓફર

Payal Ghosh Photos: પાયલ ઘોષે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી માટે લગ્નની ઓફર રાખી હતી. નોંધનીય છે કે મોહમ્મદ શમીના લગ્ન થઈ ગયા છે. શમીના તેની પત્ની હસીન જહાં સાથે છુટાછેડા થયા હતા. મોહમ્મદ શમી અને હસીન જહાં બંને અલગ રહે છે. લાંબા સમયથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. શમી અને હસીનને એક પુત્રી પણ છે.
 

1/5
image

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીને લગ્નનો ઓફર આપનારી અભિનેત્રી પાયલ ઘોષ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. દરેક તેના વિશે જાણતા ઈચ્છે છે કે પાયલ ઘોષ કોણ છે કઈ-કઈ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 

2/5
image

31 વર્ષની પાયલ ઘોષ એક બોલીવુડ અભિનેત્રી છે. પાયલ ઘોષનો જન્મ 1992માં કોલકત્તામાં થયો હતો. પાયલ ઘોષે હિન્દી ફિલ્મોની સાથે-સાથે બંગાળી અને તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં પાયલે ક્રિકેટર મોહમ્મદ શમીને લગ્નની ઓફર આપી હતી. 

3/5
image

પાયલ ઘોષે પોતાના ઈન્ટસ્ટાગ્રામ હેલ્ડલ પર ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને લગ્નની ઓફર આપતા લખ્યું- શમી તું તારૂ ઈંગ્લિશ સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી પહેલાથી જ પરિણીત છે. મોહમ્મદ શમીના તેની પત્ની હસીન જહાં સાથે છુટાછેડા થયા નથી. શમી અને હસીન જહાં બંને અલગ રહે છે. બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.   

4/5
image

પાયલ ઘોષ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના અંદાજ માટે જાણીતી છે. પાયલ ઘોષે ભૂતકાળમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીની સાથે જબરદસ્તી કરવાનો આરોપ લગાવ્યો હતો. પાયલ ઘોષ પોપ્યુલર ટીવી શો સાથ નિભાના સાથિયાનો પણ ભાગ રહી ચુકી છે. જેમાં તે રાધિકાના પાત્રમાં જોવા મળી હતી. 

5/5
image

પાયલ ઘોષે પોતાનો અભ્યાસ સેન્ટ પોલ મિશન સ્કૂલમાંથી પૂરો કર્યો અને સ્કોટિશ ચર્ચ કોલેજથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. પાયલ ઘોષે વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી' થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. ફિલ્મમાં તે ઋષિ કપૂર અને પરેશ રાવલની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. 2020માં તે રામદાસ અઠાવલેની રાજકીય પાર્ટીની મહિલા વિંગની ઉપાધ્યક્ષ બની હતી.