Health Tips: આ પાંચ સ્વાસ્થ્ય સમસ્યામાં ભીંડા ખાવાથી વધારે ખરાબ થાય છે તબિયત

Health Tips: ભીંડા એવું શાક છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. ભીંડાના વ્યંજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ભીંડામાં અનેક પોષક તત્વ પણ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ અનેક ફાયદા કરતાં ભીંડા નુકસાન પણ કરી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે વધારે પ્રમાણમાં ભીંડાનું સેવન કરવાથી શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ ભીંડા કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં હાલત ખરાબ કરી શકે છે. 

કિડનીની સમસ્યા 

1/6
image

જે લોકોને કિડની સંબંધી સમસ્યા હોય તેમણે ભીંડા ખાવાનું ટાળવું જોઈએ. કિડની અને ગોલ બ્લેડરમાં પથરી હોય તો ભીંડા નુકસાનકારક સાબિત થાય છે. ભીંડાના કારણે પથરીની સમસ્યા વધી શકે છે. 

બ્લોટીંગ 

2/6
image

ઘણા લોકોને ગેસ અને બ્લોટીંગ વારંવાર થઈ જતું હોય છે. જો તમને પણ બ્લોટીંગની સમસ્યા રહેતી હોય તો ભીંડા ખાવાનું ટાળજો. ભીંડામાં ફાઇબર વધારે હોય છે જે પેટની આવી સમસ્યાઓને વધારી શકે છે. જો ગેસ હોય અને ભીંડા ખાવ તો તબિયત ખરાબ થઈ શકે છે.   

શરદી-ઉધરસ 

3/6
image

જે લોકોને શરદી અને ઉધરસ હોય તેમણે પણ ભીંડાનું સેવન કરવું નહીં. ભીંડાની તાસીર ઠંડી હોય છે. જો શરદી અને ઉધરસમાં ભીંડા ખાવામાં આવે તકલીફ વધી પણ શકે છે. આ સિવાય જે લોકોને સાઇનસની તકલીફ હોય તેમણે પણ ભીંડા ખાવા નહીં.

હાઈ કોલેસ્ટ્રોલ 

4/6
image

જો તમને પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો ભીંડા ખાવાનું ટાળજો. કારણ કે ભીંડા એવું શાક છે જેને પાણીને બદલે વધારે તેલમાં પકાવું પડે છે જો વધારે તેલમાં પકાવેલા ભીંડા નિયમિત ખાશો તો કોલેસ્ટ્રોલની સમસ્યા વધી શકે છે. 

નબળું પાચન 

5/6
image

જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમણે પણ ભીંડા ખાવાનું ટાળવું જોઈએ. ભીંડા ખાવાથી પાચન સંબંધિત સમસ્યા વધી શકે છે. પાચન નબળું હોય અને ભીંડા ખાવામાં આવે તો ડાયરિયા પણ થઈ શકે છે.

6/6
image