Whatsapp માં કોઈ અંગૂઠો બતાવે છે તો આંગળી કરે છે, પણ આ બધાનો અર્થ શું? જલદી જાણી લો તો સારું

નવી દિલ્લીઃ આજકાલ, ફોનને બદલે વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા દરેક નાની-નાની વાતો કહેવાની આદત પડી ગઈ છે. એમા પણ ઓછામાં ઓછુ લખવાના પ્રયાસમાં લોકો એકબીજાને ઈમોજી મોકલીને કામ ચલાવી લે છે. વોટ્સએપ પર ઘણા પ્રકારના ઈમોજી છે. દરેક ઈમોજીનો પોતાનો અર્થ છે. જો તમે ચેટિંગમાં હાથવાળા ઈમોજીનો ઉપયોગ કરો છો, તો જાણી લો તેનો અર્થ.

કોલ માટે પણ છે એક ઈમોજી (Call Me Face Emoji Meaning)

1/8
image

આ ઈમોજી (Call Me Face Emoji Meaning)નો ઉપયોગ કરીને તમે કોઈને ફોન કરવાનું સૂચન કરી શકો છો.

તાળી પાડતા ઈમોજી અર્થ (Clapping Hands Emoji Meaning)

2/8
image

કોઈને પ્રોત્સાહન આપવા કે વિશ કરવા માટે તાળી પાડવાનું મન થાય ત્યારે તમે આ ઈમોજી (Clapping Hands Emoji Meaning)નો ઉપયોગ કરી શકો છો.  

શક્તિ અનુભવ કરાવો (Flexed Biceps Emoji Meaning)

3/8
image

પોતાની તાકાતનો અનુભવ કરાવવા અથવા સામેની વ્યક્તિને હિંમત આપવા માટે આ ઈમોજી (Flexed Biceps Emoji Meaning)નો ઉપયોગ કરી શકો છો. આ ઈમોજીનો મતલબ સક્સેસ અને પાવર સાથે જોડીને જોવામાં આવે છે.

શાંતિનું સૂચક છે ઈમોજી (Peace Emoji Meaning)

4/8
image

જો તમે કોઈને શાંતિનો સંદેશ આપવા માગતા હોવ અથવા ઈમોજીની સાથે ગુડનાઈટ વિશ માગતા હોવ, તો બેફિકર થઈને આ ઈમોજીનો ઉપયોગ કરી શકો છો.

આ રીતે પ્રાર્થના કરો (Prayer Emoji Meaning)

5/8
image

ઈમોજીના કલેક્શનમાં પ્રાર્થના માટે પણ એક ખાસ ઈમોજી છે. જો તમે કોઈના માટે પ્રાર્થના કરી રહ્યા છો, કે દુઆ માગી રહ્યા છો તો આ ઈમોજીનો ઉપયોગ કરો.

OK અને વખાણ કરવા માટેની ઈમોજી (Okay Emoji Meaning)

6/8
image

આ ઈમોજી OK માટે છે. તેનો ઉપયોગ કોઈ વાત પર OKનાં સૂચક માટે અથવા તો કોઈની પ્રશંસા કરવા માટે થાય છે.

જ્યારે કોઈ વાત પસંદ ન હોય (Thumb Down Emoji Meaning)

7/8
image

જો તમને કોઈ વ્યક્તિ વિશે કંઈક ગમતું નથી, તો તમે આ ઈમોજી (Thumbs Down Emoji Meaning)નો ઉપયોગ કરી શકો છો. તેનાથી સામેની વ્યક્તિ સમજી જશે કે તમે તેની સાથે સહમત નથી.

અંગૂઠાથી જતાવો સહમતિ (Thumbs Up Emoji Meaning)

8/8
image

થમ્બ્સ અપ ઈમોજી (Thumbs Up Emoji Meaning)થી, તમે કોઈ વસ્તુ પર તમારી સંમતિ દર્શાવી શકો છો. તેનો અર્થ એ છે કે અન્ય વ્યક્તિ જે કહે છે તેમાં તમે તેની સાથે છો.