ડ્રેગન ફ્રુટની ખેતી કરી શ્રીકાંતભાઈ કરોડો કમાયા, આખા દેશમાં કરે છે વેપાર

શું તમે જાણો છો કે અરવલ્લીના એક ખેડુત ડ્રેગન ફ્રુટની ખેતી કરીને કરોડો કમાયા છે? જી હા, અરવલ્લી જિલ્લાના પ્રગતિશિલ ખેડુત શ્રીકાંતભાઈ ડ્રેગનફ્રુટની ખેતી કરીને ત્રણ વર્ષમાં દોઢ કરોડ રૂપિયા કમાયા છે. તેમના આ સાહસમાં સરકારનો પણ સાથ છે.

1/8
image

જે ખેતરનો નજારો જોઈ રહ્યા છો તે છે બાયડના ખેડૂત શ્રીકાંતભાઈનું ખેતર છે. શ્રીકાંતભાઈએ ખેતીમાં નવું સાહસ કરી ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું અને પરિણામે તે ત્રણ વર્ષમાં દોઢ કરોડ રુપિયાથી વધારે કમાણી કરી ચુક્યા છે. આ ખેડૂતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રેગન ફ્રુટનું ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છે. આ સાહસથી માત્ર શ્રીકાંતભાઈ સમૃદ્ધ થયા નથી, પણ 25થી વધુ શ્રમિકોને પણ રોજગારી આપી છે. 

2/8
image

ડ્રેગન ફ્રુટની ખેતી કરવાથી બીજા મજુરોને પણ રોજગારી મળતી હોય છે, 25 થી 30 મજુરોને રોજગારી આપી રહ્યા છે.

3/8
image

આ પ્રગતિશીલ ખેડુત ડ્રેગનફ્રુટની ખેતી પણ કરી અને નર્સરી પણ વિકસાવી. હાલ તેમની નર્સરીના રોપા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કશ્મીર જેવા રાજ્યોમાં વેચાય છે. આમ સ્થાનિક સ્તરનો ખેતપ્રયોગનું બજાર રાષ્ટ્રીય છે. 

4/8
image

શ્રીકાંતભાઈ કહે છે કે, ડ્રેગન ફ્રુટની કમલો તૈયાર કરી પુરા ભારતમાં અમે સપ્લાય કરીએ છીએ. અમે દરેક પ્રકારના ડ્રેગન ફ્રુટના પ્લાંટ સપ્લાય કરીએ છીએ. યોજના હેઠળ અમને 6.5 લાખ રુપિયાની સબસીડી પણ મળી છે.   

5/8
image

ગુજરાતમાં શ્રીકાંતભાઈ જેવા અનેક ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગો કરી અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે અને ગુજરાતની કૃષિચિત્ર બદલી રહ્યા છે. 

6/8
image

7/8
image

8/8
image