ગાંધીનગરની કેમિકલ કંપનીમાં ભયાનક આગ, બેરલમાં રહેલા કેમિકલ બોમ્બની જેમ ફૂટ્યા

Gandhinagar Fire : મોડી રાતે ગાંધીનગરમાં કલોલ મહેસાણા હાઇવે રાજપુરની એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાનક હતી કે, તેમાં કરોડોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. 

1/5
image

ગાંધીનગરના કલોલ મહેસાણા હાઇવે રાજપુરની રેસિપોલ એધેસીવ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં મોડી રાતે અચાનક આગ લાગી હતી. આ આગ એટલી ડરામણી હતી કે, દૂર સુધી આગના ગોટેગોટા ફેલાયા હતા. આસપાસના લોકો આગી જ્વાળા જોઈને ડરી ગયા હતા. કારણ કે, દૂર સુધી આગની જ્વાળાઓ ભડકી રહી હતી. આ કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ સર્જાઈ હતી. 

2/5
image

આગની તીવ્રતા વધુ હોવાથી કલોલ, કડી, માણસા, મહેસાણા સહિતના ફાયર બ્રિગેડને કોલ મળતા તમામ આગ ઓલવવાની કામગીરીમાં આવી ગયા હતા. 

3/5
image

જોકે, આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. પરંતું કેમિકલ કંપનીમાં મૂકાયેલ જ્વલનશીલ કેમિકલના બેરલના કારણે આગ વધુ ભભૂકી હોવાનું સામે આવ્યુ હતું. બેરલમાં રહેલા કેમિકલ આગમાં બોમ્બની જેમ ફૂટી રહેલા સ્પષ્ટ જોવા મળ્યા હતા.    

4/5
image

સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર નથી. ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગને લાંબા સમય બાદ ફાયરના લાશ્કરો દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. 

5/5
image