નીતા અંબાણીએ અનંતની પ્રી વેડિંગમાં પહેર્યો કિંમતી હાર, એટલામાં ખરીદી શકાય 5000 CARS

Anant- Radhika Pre Wedding: ગુજરાતના જામનગરમાં અંબાણી અને રાધિકા મર્ચેટના પ્રી વેડિંગ ફંક્શનમાં ત્રણ દિવસ ખૂબ જલસા કર્યા. તો બીજી તરફ નીતા અંબાણીએ પોતાની ફેશન સ્ટેટમેંટથી દરેકને ચોંકાવી દીધા. અનંતની માતા નીતા અંબાણીએ પોતાના આઉટફિટ્સથી લઇને જ્વેલરી સુધી પણ ચર્ચામાં રહી... 

નીતા અંબાણીના નેકલેસની કિંમત કેટલી છે?

1/6
image

ત્રણ દિવસની ઇવેંટમાં નીતા અંબાણીના દરેક લુક પર બધાની નજરો ટકેલી હતી. તો ફંક્શનના છેલ્લા દિવસે નીતા અંબાણીના ડાયમંડ અને એમરાલ્ડ નેકપીસની ખૂબ ચર્ચા થઇ. ચાલો જાણીએ નીતા અંબાણીના નેકલેસની કિંમત કેટલી છે. ? 

નીતા અંબાણીએ પહેરી મનીષ મલ્હોત્રાની સાડી

2/6
image

અનંત અંબાણી અને રાધિકા મર્ચેટના પ્રી વેડિંગ ફંક્શનના છેલ્લા દિવસે મહાઆરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો બીજી તરફ હસ્તાક્ષર સેરેમનીમાં નીતા અંબાણીએ  હથકર્ધા કાંચીપુરમ સાડી પહેરી હતી. સાડીમાં સ્કેલપ્ડ બોર્ડર પર ક્લાસિક પારંપારિક જરદોશીનું કામ કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની સાડીને એક મેચિંગ બ્લાઉઝ સાથે પેયર કરી, જેમાં સ્લીવ્સ પર યૂનિટ ગોટા વર્ક કર્યું હતું.   

સિગ્નેચર મેકઅપ

3/6
image

નીતા અંબાણીએ આ દરમિયાન સિગ્નેચર મેકઅપ કરીને પોતાના લુકને પુરો કર્યો હતો. જેમાં પતળી આઇલાઇનર સ્ટ્રોક્સ સાથે સ્મોકી આઇઝ, ન્યૂડ લિપસ્ટિક, લાલ બિંદી અને મિડ પાર્ટિશનવાળી બન હેર સ્ટાઇલ સામેલ હતી. 

નેકલેસ રહ્યો લાઇમ લાઇટમાં

4/6
image

નીતા અંબાણીએ કાંચીપુરમ સાડીને કરોડો રૂપિયાના પન્ના-જડિત હીરાની સાથે પેયર કર્યો હતો. તેમણે એક લાંબો હાર પહેર્યો હતો જેમાં બે મોટા આકારના પેંડેંટ સાથે જોડાયેલા પન્ના લાગેલા છે, સાથે જ મેચિંગ સ્ટડ ઇયરરિંગ્સ, બંગડીઓ અને એક સ્ટેટમેંટ રિંગ પણ સામેલ હતી. 

હારની કિંમતમાં ખરીદી શકો છો 5000 કાર

5/6
image

અનંત અંબાણી-રાધિકા મર્ચેંટની પ્રી વેડિંગમાં ચોતરફ નીતા અંબાણીના લુકની ચર્ચા છે. રિપોર્ટ્સ અનુસાર અનંતની હસ્તાક્ષર સેરેમનીમાં નીતા અંબાણીએ જે નેકલેસ પહેર્યો, તેની કિંમતમાં મોટા આરામથી 5000 કાર ખરીદી શકાય છે. 

પુત્રની પ્રી વેડિંગમાં નીતા અંબાણીએ પહેર્યો કિંમતી હાર

6/6
image

નીતા અંબાણીના આ કિંમતી નેકલેસમાં એમરલ્ડ અને ડાયમંડથી જડેલા હતા. એક રિપોર્ટ અનુસાર તેના આ હારની કિંમત 500 કરોડ રૂપિયાની આસપાસ છે.